30.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળછોટાઉદેપુરની સરાહનીય કામગીરી સામે આવી

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, છોટાઉદેપુરની સરાહનીય કામગીરી સામે આવી છે. પેરા લીગલ વોલિયેન્ટર પી.એલ.વી ઇરશાદભાઈ ખાલપા, વીશ્વરાજસિંહ ગોહિલ તથા મોહમ્મદ કૈફભાઈની સરાહણીય કામગીરી સામે આવી છે. છોટાઉદેપુર ખાતે રાત્રી દરમિયાન બસ ડેપો ખાતે મુલાકાત કરતા બસ ન મળતા અટવાયેલા મુસાફરોને સરકાર તરફથી રેહવા માટે મળતી રેન બસેરાની સુવિઘા વિશે સમજણ આપવામાં આવી હતી. અને છોટાઉદેપુર નગરમાં આવેલ રેન બસેરા સુધી પહોંચાડી એમને યોગ્ય સુવિધા આપવવામાં આવી હતી. કુલ ૭ જેટલા મુસાફરો અટવાયા હતા. છોટાઉદેપુર ખાતે કાર્યરત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના પેરા લીગલ વોલિયેન્ટર પી.એલ.વી ઇરશાદભાઈ ખાલપા, વીશ્વરાજસિંહ ગોહિલ તથા મોહમ્મદ કૈફભાઈએ મુસાફરોને રેન બસેરા સુધી પહોંચાડી તેમને રહેવા માટે સુવિધા પૂરી પાડી હતી. જેને લઇને તેઓની સરાહણીય કામગીરી સામે આવી છે. આ કામગીરી જોઈને લોકોમાં પણ આનંદની લાગણી જોવા મળી છે.

રિપોર્ટર મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

છોટાઉદેપુર તાલુકાના રાયસીંગપુરાના વર્ધી દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સભાસદોએ જિલ્લા રજીસ્ટાર કચેરી ખાતે કર્યા ઘરના

admin

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ છોટાઉદેપુર દ્વારા છોટાઉદેપુર સબજેલ ખાતે કેદી ન્યાય દિવસ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી.

admin

કવાંટ તાલુકાના ટીબીની સારવાર લઈ રહેલા ૧૦૦થી વધુ લાભાર્થીઓને પૌષ્ટિક આહાર કીટ વિતરણ કરવામાં આવી.

admin

Leave a Comment