35.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા ઉપવાસ પર બેસીને વિરોધ

મહિલાઓ પર થતા અત્યાચારના વિરોધમાં ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા ઉપવાસ પર બેસીને વિરોધ નોંધાવાશે.

આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે એક દિવસના ઉપવાસ પર બેસનાર છે.ભાજપના શાસનમાં ગુજરાતમાં હાલમાં મહિલાઓ પર અત્યાચાર થઈ રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કોઈનું સાંભળતા નથી. તે લોકો પોતાની જ મનમાની કરી અને લોકો પર અત્યાચાર કરી રહ્યા છે. ત્યારે વડોદરા શહેરમાં ભાજપ પાર્ટી દ્વારા ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી કરાશે.ત્યારે, આમ આદમી પાર્ટી સવારે 9:00 થી સાંજના છ કલાક સુધી એક દિવસના ઉપવાસ પર બેસનાર છે. આપ પાર્ટીના શહેર તેમજ જિલ્લાના કાર્યકર્તાઓ અને પ્રમુખ સહિત એકત્ર થઈ એક દિવસના ઉપવાસ પર બેસનાર છે.
ગુજરાતમાં પરિવર્તન સંકલ્પ કરી ગુજરાની સુખ શાંતિ સમૃદ્ધિ સુરક્ષા માટે વડોદરા શહેર અને જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા એક દિવસ ઉપવાસ કરશે.વધુમાં વડોદરા શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ અશોક ઓઝાએ માહિતી આપી હતી.

Related posts

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આયોજિત 58માં બાળમેળા – ‘સયાજી કાર્નિવલ’નું ભવ્ય સમાપન થયું

admin

વીર બાલ દિવસ તરીકે ઉજવવા માટે વડાપ્રધાને જાહેર કર્યા બાદ વડોદરામાં પણ ચાર સ્થળોએ શાળાના બાળકો દ્વારા પ્રભાતફેરી યોજીને ગુરુદ્વારા દર્શન કર્યા બાદ વીર બાળક દિન પ્રદર્શન નિહાળવામાં આવ્યું.

admin

જર્જરિત માંડવી દરવાજા મામલે તંત્ર સક્રિય, પુજારી હરિઓમ વ્યાસની 306 દિવસની તપસ્યા પૂર્ણ થવા નજીક

admin

Leave a Comment