બગસરા શહેરમાં રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુની મહારાજ પ્રેરીત અર્હમ યુવા ગ્રુપ દ્વારા નિશુલ્ક છાસ કેન્દ્રનો પ્રારંભ કરી દરરોજ 300 ઉપરાંત પરીવારને નિશુલ્ક છાસ અર્પણ કરેલ છે ત્યારે અખાત્રીજના પવન દિવસે અતુલભાઇ લાધાણી તરફથી નિશુલ્ક ગોળનું પણ વિતરણ કરવામાં આવેલ.
અમરેલી જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં 45 ડિગ્રી ઉપરાંત તાપમાનનો પારો પહોંચી જતા માનવ જીવન તો શું પશુ પંખીઓ પણ આ તાપમાનથી ઉકળી ઉઠ્યા છે તેવા સમયે અમરેલીના બગસરા શહેરમાં મધુબાળા મનસુખલાલ કોટીચા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રાષ્ટ્ર સંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુની મહારાજ સાહેબની પ્રેરીત અર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા ગત તારીખ 14 એપ્રીલથી નિશુલ્ક છાસ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો જેમાં દરરોજ આશરે ૩૦૦ ઉપરાંત પરિવારોને નિશુલ્ક છાસનુ વિતરણ કરવામાં આવે છે ત્યારે આજે અખાત્રીજના દિવસે અતુલભાઇ ભીખુભાઈ લાધાણી તરફથી નિશુલ્ક ગોળનું પણ વિતરણ કરવામાં આવ્યું જેમાં છાસની સાથે 300 ઉપરાંત પરિવારોને છાસ અને ગોળનુ વિતરણ કરાયું જેમાં સહીયો ઉમેશભાઈ જેતપુરા અતુલભાઇ ભીખાભાઈ લાધાણી સહિત લોકોનો મળ્યો આર્થિક ગરીબ પરિવારોને ધોમધખતા તાપમાનમા છાસ અને ગોળનુ નિશુલ્ક વિતરણ કરી એક ઉમદા કાર્ય કવામાં આવ્યું..

