35.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

સયાજી હોટલની બહાર બ્રિજ ઉપર ગાડીઓનું ગેરકાયદેસર પાર્કીંગ

વિશ્વામિત્રીનાં તટ ઉપર તાણી દેવાયેલી સયાજી હોટલ પર જાણે કોર્પોરેશન ના ચાર હાથ છે તેમ તમામ ગેરકાયદેસર કામો બિન્દાસ્ત કરી રહ્યું છે. એક તો પહેલે થી જ તે બિન્ધાસ્ત બનીને નદીમાં ગટરનું પાણી છોડે છે. જેનો તો કોઈ નિવેડો આવ્યો જ નથી. ત્યાં વધુ એક કાયદા ના લીરેલીરા ઉડાડતા હોય તેમ સયાજી હોટલની સામેની ફૂટપાથ, બ્રિજ પણ સયાજી હોટલે ગેરકાયદેસર કબજે કરી લીધી હોય તેવા દ્રશ્યો કેમેરા માં કેદ થયા છે. જેની સામે ટ્રાફિક વિભાગ આંખ આડા કાન કરી રહ્યું છે. આમ નાગરિકો પાસે ટ્રાફિક ના કાયદા નો મેમો આપી નિયમો તોડવા નું ભાન કરાવવામાં આવે છે. પરંતુ જાણે અહી તો પોલીસ ની મેહરબાની આંખે ઊડી ને વળગી રહી હોય તેવું પ્રતીત થાય છે. વિડીયો માં સયાજી હોટેલનું બ્રિજ પર ગેરકાયદેસર કબજો કરી તેની પર ગાડીઓનું બિન્દાસ્ત પાર્કિંગ જોઈ શકાય છે. જેને લઈ ત્યાંથી પસાર થતાં અન્ય વાહનચાલકો સહિત રાહદારીઓ ને હાલાકી વેઠવી પડી રહી છે ત્યારે આમ નાગરિક તંત્ર ને પૂછે છે સવાલ, અમારો શું વાંક ??

Related posts

અસાધ્ય રોગોમાં આશાનું કિરણ બની સરકારી આયુર્વેદ હોસ્પિટલ, જુનાગઢ

admin

નાગરવાડા વિસ્તારમાં આવેલા પ્રકાશ નગર ખાતે આવેલ આંગણ વાડી ખાતે ગંદકી નું સામ્રાજ્ય

admin

ઝારખંડ ખાતે યોજનારી 34મી નેશનલ ખો ખો ટુર્નામેન્ટ યોજનાર છે તેમા ભાગ લેવા માટે ગુજરાત માંથી ખૈલાડીઓ વડોદરા રેલવે સ્ટેશન ખાતે ટ્રેન મારફતે રવાના થયા

admin

Leave a Comment