વડોદરા શહેરમાં છેલ્લા પંદર દિવસથી અલગ અલગ જગ્યાએથી ટુ વ્હીલર ની ઉઠાંતરી થયાની ફરિયાદના આધારે વડોદરા શહેર ક્રાઇમબ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં તપાસમાં હતી તે દરમિયાન મળેલી બાતમીના આધારે શહેરના ઠેકરનાથ સ્મશાન રોડ પર એક શંકાસ્પદ ઇસમ એક્ટિવા મોપેડ સાથે ઉભો હોય ક્રાઇમબ્રાન્ચની ટીમે તેને ઝડપી પાડી પૂછપરછ કરતાં તેની પાસેથી ટુ વ્હીલર મોપેડના કાગળો મળ્યા ન હતા જેથી તેની વધુ પુછપરછ કરતા તેણે પોતાનું નામ નિકુંજ મહેશભાઇ પારેખ (શર્મા) હોવાનું જણાવ્યું હતું સાથે જ તે કારેલીબાગ પાણીની ટાંકી પાસે આનંદનગરમાં રહેતો હોવાનું જણાવ્યું હતું.પોલીસે તેની સઘન પૂછપરછ કરતાં તેણે છેલ્લા પંદર દિવસમાં શહેરના અલગ અલગ જગ્યાએથી કુલ 06 ટુ વ્હીલર ની ઉઠાંતરી કરી હોવાની કબૂલાત કરી હતી આ ટુ વ્હીલર તેણે કારેલીબાગ, હરણી, ફતેગંજ અને બાપોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઉઠાંતરી કરી હોય જે તે પોલીસ સ્ટેશનમાં ટુ વ્હીલર ચોરાયાની ફરિયાદ નોધાઇ હોય તે પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી.નિકુજ પાસેથી હોન્ડા એક્ટિવા નંગ 05, સુઝુકી એક્સેસ મોપેડ 01 મળી કુલ 06 ટુ વ્હીલર જેની આશરે કિંમત રૂ 2,60,000નો મુદામાલ કબ્જે કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
.

