ઓવેરીયન એટલે કે અંડાશયનું કેન્સર વૈશ્વિક સ્તરે મહિલાઓ માટે સૌથી ગંભીર સ્વાસ્થ્ય જોખમો પૈકીનું એક છે અને દર વર્ષે 300,000થી વધુ મહિલાઓનું નિદાન થાય છે. વારંવાર પેટનું ફૂલવું, પેટમાં દુખાવો અને પેશાબ સંબંધિત ફેરફાર જેવા અસ્પષ્ટ લક્ષણોને કારણે તે પાછળના તબક્કામાં પકડમાં આવે છે, જોકે વહેલું નિદાન ખૂબ જ મહત્વપૂર્ણ હોવા છતાં તેને લઇને જાગૃતિ ચિંતાજનક રીતે ઓછી છે.અહીં આયોજિત કરાયેલ સમુદાય કેન્દ્રિત કાર્યક્રમનો ઉદ્દેશ્ય ઉપસ્થિતોને પ્રારંભિક ચેતવણી સંકેતો, ઉપલબ્ધ સહાયક પ્રણાલીઓ અને પ્રારંભિક સલાહના મહત્વ વિશે શિક્ષિત કરીને આ અંતરને દૂર કરવાનો હતો. કાર્યક્રમે પ્રેક્ષકોના વિશાળ વર્ગને આકર્ષિત કરીને કરૂણા અને જાગૃતિનું વાતાવરણ ઉભું કર્યું હતું.GMERS હોસ્પિટલ ખાતે એસોસિયેટ પ્રોફેસર તેમજ ઑબ્સ્ટેટ્રિશિયન અને ગાયનેકોલોજિસ્ટ ડૉ.નિધિ પંચોલીએ ઉપસ્થિત લોકોને લક્ષણો, જોખમો અને સમયસર જાણ તેમજ સારવાર માટેની વ્યૂહરચનાઓ વિશે ખૂબ જ મૂલ્યવાન સમજ આપી હતી.

