દેશની હાલની યુદ્ધ સમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાયગઢ ચેરીટેબલ ફાઉન્ડેશન બરાનપુરા વડોદરા દ્વારા રક્તદાન શિબિર કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું….
ભારત અને પાકિસ્તાન યુદ્ધ ચાલી રહ્યું છે તેને ધ્યાનમાં રાખી સરકાર તરફથી ખાસ અપીલ કરવામાં આવી છે કે આપણા વીર જવાનો તેમજ સરહદી વિસ્તારના નાગરિકો માટે જરૂરિયાત સમય રક્ત પહોચાડી શકે તે તુથી આ રક્તદાન શિબિર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ શિબિર કેમ્પ સવારે 7:00 વાગ્યાથી સાંજના ચાર કલાક સુધી ચાલુ રહે છે જેમાં આ બ્લડ કેમ્પમાં એકત્રિત કરેલું રક્ત યુદ્ધમાં લડી રહેલા વીર જવાનો ને સરળતાથી મળી રહે તે હેતુથી આ રક્તદાન શિબિર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે તમારી એક બુંદ લોહી દેશ માટે સમર્પિત દેશભક્તિનું પ્રતીક છે આ સમય છે દેશ માટે કઈ કરવાનો શબ્દીક નહીં પરંતુ વાસ્તવિક દેશનો પ્રેમ બતાવવાનો છે તો ચાલો આપણે એક થઈએ અને રક્તદાન કરીએ તે આ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું

