Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોસંખેડા

ઓરસંગ નદી માંથી ગેરકાયદેસર રીતે ટ્રેકટરો દ્વારા રેતીની ચોરી થતી હોવાથી બ્રિજના પાયાને ભારે નુકશાન

છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના કોટાલી અને દમોલી વચ્ચે ઓરસંગ નદી માંથી ગેરકાયદેસર રીતે ટ્રેકટરો દ્વારા રેતીની ચોરી થતી હોવાથી સંખેડા અને ડભોઇ ને જોડતા રસ્તા ઉપર આવેલ બ્રિજના પાયાને નુકશાન થતું હોવાથી સરપંચ અને ગ્રામજનો ખાણખનીજ વિભાગ ના અધિકારીઓને રજુઆત કરવા છતાંય અધિકારીઓ ધ્યાન ના આપતા સરપંચે વિડિઓ બનાવી ને વાયરલ કરતા તંત્ર માં હડકંપ મચી ગયો છે.

છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાની રતનપુર (ક ) ગ્રામ પંચાયત માં રતનપુર , દમોલી , કોટાલી , તણખલા , દિવાળીપુરા , મોભીયા , કોઠીયા આ સાત ગામો આવેલા છે. આ ગામોને અડીને ઓરસંગ નદી પસાર થાય છે. જયારે ઓરસંગ નદી ની સફેદ રેતી ની માંગ સમગ્ર રાજ્ય માં છે. આ ઓરસંગ નદી ની રેતી છેલ્લા કેટલાક સમય થી ટ્રેકટરો દ્વારા ગેરકાયદેસર રીતે લઈ જવાતી હોવાથી સરકાર ને રોયલ્ટી ની આવક નું ભારે નુકશાન થઇ રહ્યું છે. અને છોટાઉદેપુર જિલ્લા માંથી રેતી વડોદરા જિલ્લામાં લઇ જવામાં આવે છે. વડોદરા જિલ્લાની હદ એકજ કિલોમીટર માં પડતી હોવાથી બેફામ રેતી ખનન થતું હોવાથી ડભોઇ સંખેડા ને જોડતા રસ્તા ઉપર આવેલ બ્રિજ ના પાયા પણ ખુલ્લા થઇ જતા રતનપુરા ( ક ) ગ્રામ પંચાયત ના સરપંચ છોટાઉદેપુર જિલ્લાના ખાણખનીજ વિભાગ ના અધિકારીઓને ફોન દ્વારા રેતીખનન અટકાવવા માટે રજુઆત કરવા છતાંય તંત્ર ના અધિકારીઓ સરપંચ ની રજુઆત ના સાંભળતા સરપંચે ગ્રામજનો સાથે નદી ઉપર જઈને રેતી ખનન જે જગ્યા ઉપર થી થાય છે. તેના વિડિઓ બનાવી ને તંત્ર ના અધિકારીઓને જગાડવા માટે સોસીયલ મીડિયા માં વાયરલ કરતા સમગ્ર તંત્ર રેતી માફિયાઓને બચાવે છે. જયારે રેતી સાચવવા માટે ચાર માસ થી રેતી ને સાચવીને થાકી ગયા છે. ખાણખનીજ વિભાગ ના અધિકારીઓને ફોન દ્વારા જાણ કરવા છતાંય ખાણખનીજ વિભાગ ના અધિકારીઓ રેતી માફિયાઓ સાથે મળીને રેતી ચોરી કરાવે છે. આ રેતી વડોદરા જિલ્લામાં લઇ જવામાં આવે છે. જયારે નદી માંથી બે નંબર ની રેતી ભરીને લઇ જતા અટકાવવા માટે ખનીજ વિભાગ ના અધિકારીઓને જાણ કરવા છતાંય કાર્યવાહી ના કરતા હવે મુખ્યમંત્રી ને પણ રજુઆત કરવા માટે જવાના છે. છોટાઉદેપુર જિલ્લા ખાણખનીજ વિભાગ ના અધિકારીઓ ઉપર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું કે ખનીજ વિભાગ ના અધિકારીઓ આવતા નથી. અને અમે રજુઆત કરીએ છે, ત્યારે સરપંચ રેતી ચોરી કરે છે, તેવો આક્ષેપ કરે છે. જયારે પોલીસ ને તમામ વિગતો આપી છે. જયારે છોટાઉદેપુર ખાણખનીજ વિભાગ ના અધિકારીઓ આ જગ્યા ઉપર અધિકારીઓની નિમણુંક કરે અને રેતી ચોરી અટકાવે નહિ તો ઉગ્ર આંદોલન કરીશું.

Related posts

બોડેલીની નામાંકિત એવી શેઠ એચ.એચ.શિરોલાવાલા હાઈસ્કૂલમાં દાદાગીરીથી ગેર કાયદેસર રીતે ઘૂસવું ભારે પડ્યું

admin

છોટાઉદેપુર એપીએમસી ખાતે જિલ્લા પંચાયત સ્વભંડોળમાંથી રોજગાર લક્ષી સાધનોનો વિતરણ કાર્યક્રમ જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલની ઉપસ્થિતિમાં યોજાયો

admin

છોટાઉદેપુર જીલ્લાના બોડેલી,કરાલી પોલીસ સ્ટેશન વિસ્તારના મોટર સાયકલ ચોરીના ગુનામાં રાજ્ય બહારના નાસતા ફરતા આરોપીને પકડી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

admin

Leave a Comment