40.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુર જીલ્લાના બોડેલી,કરાલી પોલીસ સ્ટેશન વિસ્તારના મોટર સાયકલ ચોરીના ગુનામાં રાજ્ય બહારના નાસતા ફરતા આરોપીને પકડી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

ઇમ્તીયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ મિલકત સંબંધી વણ શોધાયેલા ગુનાઓ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા જીલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને સૂચના કરેલ ……..

જે અન્વયે એમ.એફ.ડામોર પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓએ એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મચારીઓને સુચના આપેલ જે અન્વયે એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મચારીઓ પાનવડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન અંગત બાતમીદાર થકી ચોક્કસ બાતમી હકીકત મળેલ કે,

રાજ્યના બહારનો મોટર સાયકલ ચોરીના ગુનામાં નાસતો ફરતો આરોપી શૈલેષ કનિયાભાઈ ઝમરા રહે.કવલી ફળીયા ચિખોડાતા. સોઢવા જી.અલીરાજપુર (એમ.પી.) નાનો સિહાદા ચોકડી પાસે ઉભો છે તેવી મળેલ બાતમી હકીકત આધારે……

હકીકત વાળી જગ્યાએ જતા બાતમી મુજબનો ઇસમ સિહાદા ચોકડી પાસે ઉભેલ હોય તેને કોર્ડન કરી પકડી પાડી તેનુ નામઠામ પુછતા તેને પોતાનું નામ શૈલેષ કનિયાભાઈ ઝમરા રહે.કવલી ફળીયા ચિખોડાતા.સોઢવા જી.અલીરાજપુર (એમ.પી.) નો હોવાનું જણાવેલ સદરીને ગુન્હા બાબતે પુછતાં તેણે જણાવેલ કે, આજથી આશરે ત્રણેક વર્ષ અગાઉ તે અને રાકેશ દિતલીયા તોમર બંન્ને મળી ગુજરાતમાં બોડેલી, કરાલી વિસ્તારમાંથી મોટર સાયક્લોની ચોરી કરેલ જે મોટર સાયકલ સાથે તેમના ગામનો રાકેશ દિતલીયા તોમર રહે. ચીખોડા તા.સોઢવા જી.અલીરાજપુર(એમ.પી.)નાનો પકડાઈ ગયેલ જે ગુનામાં તેનુ નામ ખુલેલ હોવાનું જાણેલ ત્યારથી પોલીસ તેને પકડી જશે તે બીક થી આજદીન સુધી તે ઘરે હાજર રહેતો નતો અને મજુરીએ બહાર જતો રહેલ હતો જેથી ઉપરોક્ત ઇસમ વિરુધ્ધ BNSS-૨૦૨૩ ની કલમ ૩૫ (૧) (ઈ) મુજબ અટકાયત કરેલ છે.

મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

ગુજરાત વિધાનસભાના શ્રેષ્ઠ ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ વન મંત્રી મોહનસિંહભાઈ રાઠવાનો 82મો જન્મદિવસ ઉજવાયો

admin

છોટાઉદેપુર નગરની નીઝામી સોસાયટીમાં ભરાયા ઘૂંટણ સમા પાણી

admin

છોટાઉદેપુર એસટી ડેપોની ગોંડલ રૂટની બસનો ખંડેરીયા નજીક અકસ્માત, ડ્રાઇવર–કંડકટર સહિત અનેક ઇજાગ્રસ્ત

admin

Leave a Comment