ખાપટ ગામે સરકાર શ્રીના નિયમોનું ઉલંઘન કરી માટી કાઢવામાં આવી રહી હતી તે સમાચાર પ્રકાશીત કરવા બાબતે કરવામાં આવ્યો હુમલો
ગીર સોમનાથ જિલ્લાના ખાપટ ગામે સુજલામ સુફલામ યોજના હેઠળ ખોદ કામ માં ગેરરીતિ થતી હોવા. ની રાવ ગામ જનો દ્વારા દિવ મીરર ન્યુઝ ના પત્રકાર હર્ષદભાઈ વાઢેર નો સંપર્ક કરતા પત્રકાર હર્ષદ ભાઈ ઝીરો ગ્રાઉન્ડ પર જઈ જોઈ અને તપાસ કરતા તંત્ર ના નીતિ નિયમોનુ ઉલંઘન અને પર્યાવરણ ને નુકસાન થતું હોય અને કલેક્ટર ની મંજૂરી માં આપેલા નિયમોનું પાલન કર્યા વિના ખોદ કામ કરી રહ્યા હતા તે બાબતે ગ્રાઉન્ડ ઝીરો પર વિડિઓ રેકોર્ડિંગ અને ગામ ના લોકો ને સાથે લઈ દિવ મીરર ન્યુઝ પર પ્રસારિત કર્યા તેનું મનદુઃખ રાખી ખાપટ ગામના સરપંચ પ્રતિનિધિ કાનાભાઈ બાંભણીય એ પત્રકાર ને મારવા માટે કાયદા વિરુદ્ધ ગેરકાયદે સર મંડળી રચી હતી ત્યાર બાદ ખાપટ ગામ ના દુકાને હર્ષદ ભાઈ પહોંચ્યા ત્યારે માથાકૂટ કરવા લાગ્યા અને દુકાન પર ગળું દબાવી જાનથી મારી નાખવાની કોશિસ કરી અને ઢીકા પાટુ નો માર મારવા લાગ્યા ત્યાર બાદ હર્ષદભાઈ એ પોલીસ ને જાણ કરી અને ફરિયાદ નોંધાવી છે. હવે જોવું એ રહ્યું કે હાઇકોર્ટ ના આદેશ મુજબ પત્રકાર પર ફરિયાદ થાય તો રાજ્ય ના ડી જી ને તપાસ કરવી. તો પત્રકાર હર્ષદ વાઢેર પર ફરિયાદ થાય તો રાજ્ય ના ડી જી તપાસ કરશે કે કેમ ? હાલ પોલીસ તપાસ કરી રહી છે. જો પત્રકારો પર હુમલો થઈ રહ્યો છે તો આમ જનતા સુરક્ષિત હશે કે કેમ?? તે મોટો પ્રશ્ન
રીપોર્ટર : માધુભાઈ ભાલીયા, ઉના

