ગીર સોમનાથ જીલ્લાના L.C.B ના ઈન્ચાર્જ P.I…શ્રી અરવિંદસિંહ જાડેજા સાહેબની ની રાજકોટ ખાતે બદલી થતા તેમનો વિદાય સમારોહ વેરાવળ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સાગર દર્શન હોલ ખાતે યોજાયો હતો. જેમાં ઉનાના માનનીય ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડ (કે.સી.રાઠોડ) ઉપસ્થિત રહ્યા હતા. ઉનાના લોકપ્રિય ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડ એ L.C.B ના ઈન્ચાર્જ P.I…શ્રી અરવિંદસિંહ જાડેજા સાહેબ ને શાલ ઓઢાડી ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી. જાડેજા સાહેબે કાયદો અને વ્યવસ્થા જાળવવામાં, ગુનાઓના ઉકેલમાં અને સમાજમાં શાંતિ સ્થાપવામાં મહત્ત્વની ભૂમિકા ભજવવા બદલ ઉનાના ધારાસભ્યશ્રી એ હાર્દિક શુભકામનાઓ પણ પાઠવી હતી.

