મહિલાને ગત તારીખ 13 ના રોજ વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા મકાન હટાવવા બાબતે નોટિસ અપાયેલ હતી. આ બનાવને કારણે મહિલાએ ફાંસો ખાધો હોવાનું ધારાસભ્ય. અને મૃતકની બહેનનો તંત્ર પર આક્ષેપ..
વેરાવળ સરકારી હોસ્પિટલ સામે આવેલ મફતીયા પરા વિસ્તારમાં સંખ્યાબંધ મકાનો ગેરકાયદેસર હોવાનું જાણી વેરાવળ પાલિકા દ્વારા દરેકને મકાન હટાવવા નોટિસ પાઠવાય હોય ત્યારે માયાબેન સરકાર.. નામની એક મહિલા ને પણ તંત્ર દ્વારા નોટિસ અપાય હતી. ત્યારે ગઈકાલે માયાબેને પંખા સાથે ગળેફાંસો ખાય અને આત્મહત્યા કરી લીધી હતી.. ત્યારે આ બનાવને આ નોટિસ માયાબેન ને આપ્યા ના કારણે ફાંસો ખાધો હોવાનું મૃતકની બહેન તેમજ સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે સોમનાથના કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય વિમલ ચુડાસમા અને જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. અને બસ સ્ટોપ પર વિમલ ચુડાસમા ના ફોટા હટાવવા બાબતે પોલીસમાં જિલ્લા કલેકટર વિરુદ્ધ લેખિત ફરિયાદ પણ આપી હોય. ત્યારે આ બનાવમાં વિમલ ચુડાસમા જિલ્લા કલેક્ટર પર આકરા શબ્દોમાં વરસી રહ્યા છે. અને તેમને ચેલેન્જ પણ આપી છે.. કે તમને રાજકારણ રમવાનો શોખ હોય તો બીજા અધિકારીઓની જેમ તમે પણ રાજીનામું આપી અને ભાજપનો ખેસ પહેરી લો… પરંતુ ગીર સોમનાથ ની પ્રજા માટે હું હંમેશા તમારી સામે લડત આપતો રહીશ.. ત્યારે આ બનાવમાં સત્ય શું છે? તે તો પોલીસ તપાસ બાદ જ બહાર આવી શકે. પરંતુ આ મહિલાના મોત ને કારણે ધારાસભ્ય આંકરા પાણીએ છે. અને તેઓ કહે છે કે કલેક્ટરના કહેવાથી જ પાલિકાએ આ મહિલાને નોટિસ પાઠવી છે. અને મહિલાએ ગળે ફાંસો ખાધો છે. જેથી કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા પર ગુનો દાખલ કરવો જોઈએ..

