ઉનાના ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડ (કે.સી.રાઠોડ) દ્વારા ઉના થી ઓખા બસને શરૂ કરવા વાહન વ્યવહાર મંત્રીશ્રી ને કરેલી રજૂઆત ને ટુંક સમયમાં સફળતા મળી…
ઉના શહેર તાલુકા તેમજ ગીરગઢડા તાલુકાના લોકો માટે સતત પ્રયત્નશીલ રહેતા ઉનાના લોકપ્રિય ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડ એ થોડા દિવસ પહેલા ગાંધીનગર સચિવાલય ખાતે ગુજરાત રાજ્યના વાહન વ્યવહાર મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી સાહેબને “ઉના થી ઓખા” સુધીની બસ શરૂ કરવા માટે રજુઆત કરી હતી. આ બસ શરૂ થવાથી ખાસ કરીને ઉના તાલુકાના માછીમાર ભાઈઓને ખુબ જ ફાયદાકારક રહેશે. ઉનાના માનનીય ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડની આ રજૂઆતને ધ્યાને લઈ ગુજરાત રાજ્યના વાહન વ્યવહાર મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ એ મંજુરી આપી. “ઉના થી ઓખા” આ નવા રૂટની બસ “વાયા – કોડીનાર, વેરાવળ, માંગરોળ, પોરબંદર, દ્વારકા” થી પસાર થશે. જેમનું આજરોજ ઉના એસ.ટી.બસ સ્ટેન્ડ મુકામે “ઉના થી ઓખા” નવા રૂટની બસનું ઉનાના ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડ (કે.સી.રાઠોડ) ના હસ્તે લીલીઝંડી આપી રીબીન કાપી અને શુભારંભ કરવામાં આવ્યું હતું. આ તકે ઉના એસ.ટી.ડેપો મેનેજરશ્રી રાઠોડ સાહેબ, ઉના નગરપાલિકાના પ્રમુખશ્રી પરેશભાઈ બાંભણીયા, શહેર ભાજપ પ્રમુખશ્રી મનીષભાઈ કારીયા, ઉના તાલુકા પંચાયતના પ્રમુખશ્રી એભાભાઈ મકવાણા, ઉના શહેર પૂર્વ ભાજપ પ્રમુખશ્રી મિતેશભાઈ શાહ, શહેર ભાજપ મહામંત્રીશ્રી કાંતિભાઈ છગ, નગરપાલિકાના સદસ્યશ્રી ચંદ્રેશભાઈ જોશી, પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખના પ્રતિનિધિશ્રી સામતભાઈ ચારણીયા ઉપસ્થિત રહ્યા હતા. રીપોર્ટર ભાલીયા માધુ ઉના

