વડોદરા મહાનગર પાલિકા (VMC) દ્વારા 3.17 કરોડ રૂપિયાની ફાયર બ્રિગેડ સાધનો ખરીદીમાં કૌભાંડ થયો હોવાનું સામે આવતાં મોટાપાયે કાર્યવાહી કરવામાં આવી છે. તપાસમાં કૌભાંડના ઈશારાં મળતાં ચીફ ફાયર ઓફિસર મનોજ પાટીલ, ડેપ્યુટી ચીફ નૈતિક ભટ્ટ અને તત્કાલીન HOD ડો. દેવેશ પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
આ સાધનો 10-12 ગણાં વધુ ભાવે ખરીદાયા હોવાનો અહેવાલ મળ્યો છે. મ્યુનિસિપલ કમિશ્નર અરૂણ બાબુએ તાત્કાલિક પગલાં લેતાં અધિકારીઓ સામે કડક સંદેશો આપ્યો છે. તપાસ કમિટી વધુ વિગતમાંથી ભ્રષ્ટાચારના ચિન્હો શોધી રહી છે.

