33.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
ઉનાગીર સોમનાથ જિલ્લો

‘ઓપરેશન સિંદૂર’માં સેનાના શૌર્યને બિરદાવવા માટે ગીર સોમનાથ જીલ્લાના ઉના ખાતે તિરંગા યાત્રા યોજાઈ

‘ઓપરેશન સિંદૂર’માં સેનાએ અદમ્ય સાહસ દાખવી દેશને ગૌરવ અપાવ્યુ. સેનાના આ શૌર્યને બિરદાવવા માટે ગીર સોમનાથ જીલ્લાના ઉના ખાતે તિરંગા યાત્રા યોજાઈ.

ભારતીય સેનાનો પ્રહાર આતંકવાદનો થયો સંહાર

તાજેતરમાં જ કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર કરવામાં આવેલા આંતકવાદી હુમલાની જવાબી કાર્યવાહીમાં ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ના પ્રહારથી દુશ્મનોને ધૂળ ચાટતા કરી, ભારતીય સેનાએ દુનિયાભરમાં દેશના ગૌરવ અને તિરંગાની શાનમાં વધારો કર્યો છે. સેનાના આ અપ્રતિમ સાહસના સમ્માન માટે ઉના ચેમ્બર ઓફ કોમર્સ તેમજ ઉનાના માનનીય ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડ (કે.સી.રાઠોડ) ના સહયોગથી ઉના ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી. આ તિરંગા યાત્રા ઉના નગરપાલીકા ભવન થી લઈ ત્રિકોણ બાગ, ટાવર ચોક, મેઈન બજાર, વડલા ચોક, બસ સ્ટેન્ડ તેમજ ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડના કાર્યાલયે પુર્ણ કરવામાં આવી હતી. તિરંગા યાત્રા પુર્ણ થયા બાદ ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડના કાર્યાલયે તમામ કાર્યકર્તાઓ ને વેપારી ભાઈઓને ઠંડા પીણા પીવડાવી અને કાર્યક્રમને પુર્ણ જાહેર કર્યો હતો. આ તિરંગા યાત્રામાં ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડના પ્રતિનિધિ તરીકે તેમના પુત્ર શ્રી વિજયભાઈ રાઠોડ, રવિભાઈ રાઠોડ, જીલ્લા ભાજપ ઉપપ્રમુખશ્રી રાજુભાઈ ડાભી, ચેમ્બર ઓફ કોમર્સ ના મહામંત્રીશ્રી તેમજ પુર્વ શહેર ભાજપ પ્રમુખશ્રી મિતેશભાઈ શાહ, જીલ્લા પંચાયત સિંચાઈ સમિતિના ચેરમેનશ્રી લખમણભાઈ બાંભણીયા, ઉના નગરપાલીકાના પ્રમુખશ્રી પરેશભાઈ બાંભણીયા, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી એભાભાઈ મકવાણા, તાલુકા ભાજપ પ્રમુખશ્રી હિરેનભાઈ બાંભણીયા, શહેર ભાજપ પ્રમુખશ્રી મનીષભાઈ કારીયા, શહેર ભાજપ મહામંત્રીશ્રી કાંતિભાઈ છગ, કિરીટભાઈ વાજા, તાલુકા ભાજપ મહામંત્રીશ્રી ગંભીરસિંહ ગોહિલ તેમજ તાલુકા પંચાયત, જીલ્લા પંચાયત, નગરપાલીકાના સદસ્યશ્રીઓ, સંગઠનના હોદેદારો, દરેક ગામના સરપંચશ્રીઓ, ઉના શહેરના નાના-મોટા વેપારી ભાઈઓ તેમજ ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

રીપોર્ટર : ભાલીયા માધુ, ઉના

Related posts

તાલાળા ચિત્રાવડ ખાતે મોહરમ તાજીયાનો ભવ્ય ઉજવણી

admin

બે વર્ષ પહેલા સગીર બાળા પર દુષ્કર્મ આચરી મોત ને ઘાટ ઉતારનાર નરાધમ ને કોડીનાર સેસન્સ કોર્ટે ફાંસી ની સજા સંભળાવી…

admin

ગીરસોમનાથ ના વડામથક વેરાવળ ખાતે સમસ્ત ખારવાસમાજ દ્રારા 23 મા સમૂહલગ્ન નુ ભવ્ય આયોજન કરવામા આવ્યુ .સોના , ચાંદી સહીત ઘરવપરાશનુ તમામ ચીજવસ્તુઓ કરીયાવરમા આપવામા આવી

admin

Leave a Comment