ન્યાયના દેવતા શ્રી શનિ ભગવાનની જન્મ જયંતી નિમિત્તે અકોટા દાંડિયા બજાર બ્રિજ પાસે આવેલા શનિ મહારાજના મંદિરે કેક કાપી ઉજવવામાં આવી હતી.
અકોટા દાંડિયા બજાર બ્રિજ પાસે આવેલા શ્રી શનિ મંદિર ખાતે શનિ ભગવાનની જન્મ જયંતી નિમિત્તે પાંચ કિલોની કેક કાપી જન્મ દિવસ ઉજવવામાં આવ્યો હતો.મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા.સાથે દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.સાંજે 15 હજાર ભક્તોના મહાભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.શનિ મહારાજ એ ન્યાયના દેવતા છે સાથે જ શનિ રાજયોગકર્તા પણ છે.શનિની પનોતી ઘણા જાતકોના ભાગ્યોદય પણ કરે છે.શનિદેવ ન્યાય,ધર્મ અને સત્યતા પર ચાલનારા જાતકોને સાડાસાતી પનોતી કોઇપણ તબક્કામાં અને કોઇપણ પાયે ચાલતી હોય તેમ છતાં રાજયોગ આપે છે માટે આવા જાતકોને ડરવાની કોઈ જરૂર નથી પરંતુ જાગૃતિ લોકોમાં આવે તે રીતે સચોટ માહિતીથી માહિતગાર કરવાની જરૂર છે.વધુ માહિતી મંદિરના સંચાલક અશોક પવારે આપી હતી.

