33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લોવડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના વાઘોડિયા રોડ પર રિવોલ્વર સાથે છોટાઉદેપુરનો યુવક ઝડપાયો

વડોદરાના વાઘોડિયા રોડ વિસ્તારમાં ક્રાઈમ બ્રાન્ચે એક યુવકને પિસ્તોલ સાથે ઝડપી પાડી એને રિવોલ્વર આપનાર શખ્સને વોન્ટેડ જાહેર કર્યો છે.

વાઘોડિયા રોડ પર નારાયણ સ્કૂલની ગલીમાં આવેલા નારાયણ સિટી કોમ્પલેક્ષ પાસે એક યુવક રિવોલ્વર સાથે ઉભો રહ્યો હોવાની વિગતો મળતા ક્રાઈમ બ્રાન્ચની ટીમ પહોંચી ગઈ હતી અને શકમંદ યુવકોને તપાસતા એક યુવક પાસે કમરના ભાગેથી રિવોલ્વર મળી આવી હતી.

પોલીસની તપાસમાં પકડાયેલા યુવકનું નામ મહેશ રાઘુભાઈ રાઠવા (હાલ રહે-એલ એન્ડ ટી સર્કલ પાસે કારેલીબાગ મૂળ રહે. મોટી કનશ ગામ, છોટાઉદેપુર) હોવાનું ખુલ્યું હતું. પોલીસની પૂછપરછ દરમિયાન આ રિવોલ્વર રાકેશ ગોપસિંગ રાઠવા (મોટી સઢલી ગામ, છોટાઉદેપુર) એ આપી હોવાની વિગતો ખુલતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.

Related posts

વડોદરા શહેરના સોમાતળાવ વિસ્તારમાં એપાર્ટમેન્ટની દિવાલ ધરાશાયી થતાં અફરાતફરી

admin

બાપોદ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના કેસમાં વોન્ટેડ અક્ષય ઉર્ફે મણીયો કીરીટભાઇ પરમારને પકડી પાડતી વડોદરા શહેર એસ.ઓ.જી.

admin

વડોદરાના ગોરવા બાપુની દરગાહ તથા મધુ‌ નગર બ્રિજ વિસ્તારમાં દબાણ ટીમ ત્રાટકી

admin

Leave a Comment