વડોદરાના હાથીખાના માર્કેટમાં આવેલી મસાલાની રાજા મસાલા ભંડારમાં મોડી રાત્રે આગ ફાટી નીકળતા ફાયર વિભાગના કર્મચારીઓએ આગ લાગવાની જાણ થતા જ વેપારીઓ હાથીખાના ખાતે મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા
હાથી ખાનામાં આવેલી રાજા મસાલા ભંડાર દુકાનમાં રહેલા મરચા સહિતના મસાલા સળગતા ફાયર બ્રિગેડના કર્મચારીઓ અને અન્ય વેપારીઓની આંખોમાં બળતરા થતી હતી. ત્યારે દુકાનમાં જઈને આગ ઓલવવા માટે ફાયર બ્રિગેડ ના કર્મચારીઓએ ઓક્સિજન માસ્ક પહેરવા પડ્યા હતા.
વડોદરા ફાયર વિભાગ ના જણાવ્યા અનુસાર, રાજા મસાલા ભંડાર નામની દુકાનમાં આગ લાગી હોવાનો મેસેજ રાત્રે 10.25 વાગ્યે મળ્યો હતો. સ્થળ પર પહોંચતા મસાલાની દુકાનમાંથી ધુમાડો બહાર નીકળી રહ્યો હતો. મસાલાની દુકાનની ઉપરના માળે પણ આગ ફેલાઈ હતી. આગ ઓલવ્યા બાદ કુલિંગ ની પ્રક્રિયા હાથ ધરાઈ હતી.ફાયર ના અધિકારીઓએ જણાવ્યું હતું કે, આગ ઓલવવાની પ્રક્રિયામાં બે ટેન્કરો હાથીખાના મોકલવામાં આવી હતી. જ્યારે આ કેવી રીતે લાગી તે તપાસનો વિષય છે. વડોદરાનું સૌથી મોટું અનાજ અને મસાલા નું વેચાણ જ્યાં થતું હોય તેવું હાથી ખાના બજારમાં મોટી આગ લાગી હોવાનું જાણતા જ વેપારીઓ થર્ડ પર દોડી આવ્યા હતા. લોકો બજારમાં દોડી આવતા આખરે હાથી ખાનાના ત્રણ ગેટ બંધ કરી દેવાયા હતા

