જય ભારત સાથે જણાવવાનુ કે વડોદરા શહેરમા કેટલીય જગ્યાએ લારી-ગલ્લા-પથારાવાળા-ફરીને ધંધો કરનારા ફેરીયાઓ પોતાનો વેપાર ધંધો રાજગારીની પ્રવૃત્તિ રાજા રજવાડા જુની છે અને તેમાં કેટલાય બેરોજગાર યુવાનો-મહિલાઓ-ભાઈઓ-બહેનો પોતાની સ્વ રોજગારી મેળવી રહ્યા છે અને જીવન નિર્વાહ કરી રહ્યા છે ત્યારે વડોદરા મહાનગર પાલિકા કૃવારા એક બાજુ લોન આપી રહયા છે અને બીજી બાજુ રોજગારી છીનવી રહ્યા છે.
વડોદરા શહેરમા અનેક લારી- ગલ્લા- પથારાવાળા-ફરીને ધંધો કરનારા ફેરીયાઓ ફરીને માત્ર રોજગારી ઉભી કરે છે તેવુ નથી પરંતુ નાગરીકોને ઉપયોગી સેવાઓ અને પોષાય તેવા ભાવે ચીજ-વસ્તુઓ પણ આપી રહ્યા છે અને સમાજને પણ તેની જરૂર છે લારી- ગલ્લા- પથારાવાળા-ફરીને ધંધો કરનારા ફેરીયાઓને ગેરકાયદેસર ધંધો કરનાર તરીકે ઓળખાવમા પણ આવે છે ગંદકી-ગીચતા ઉભી કરનાર તરીકે પણ ઓળખવામાં આવે છે સાથે તેઓને સતાવાળાઓના મળતીયા કે અન્ય અસામાજીક તત્વોની હેરાનગતિનો પણ ભોગ બનવુ પડે છે અને દરરોજના હપ્તા પણ ચુકવવા પડે છે અને કેટલાક લોકો ગીફટો પણ લઇ જતા હોય છે કેટલીક વખત તો સામાનના નાણાં પણ આપતા નથી અને સાથે માનસીક હેરાનગતિનો ભોગ બનવુ પડે છે જેના કારણે આવા લારી-ગલ્લા-પથારાવાળા- ફરીને ધંધો કરનારા ફેરીયાઓ પોતાના જીવન નિર્વાહ પર પણ અસર પડે છે.

