Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

જરૂરતમંદ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ્સના વિતરણ થકી ‘પઢોગે તો બઢોગે’નો પ્રેરક કાર્યક્રમ

શૈક્ષણિક સત્ર પહેલાં જ જરૂરતમંદ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ્સના વિતરણ થકી ‘પઢોગે તો બઢોગે’ નો પ્રેરક કાર્યક્રમ યોજતું ‘માનવતા કેમ્પેઇન ચેરીટેબલ ટ્રસ્ટ’.

વડોદરા સ્થિત માનવતા કેમ્પેઇન ચેરીટેબલ ટ્રસ્ટ, એ સતત નવ ઉપરાંતના વર્ષોથી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ પ્રકારના પ્રોત્સાહક કાર્યક્રમોનું આયોજન કરતું આવ્યું છે. આ અંગે વિસ્તૃત માહિતી આપતા સંસ્થાના સ્થાપક પ્રમુખ મમતા શાહે જણાવ્યું હતું કે, નવું શૈક્ષણિક વર્ષ શરૂ થતાં પહેલાં, આજરોજ તા.૨૬, મે ૨૦૨૫, સોમવારે ‘પઢોગે તો આગે બઢોગે’ જેવી પ્રેરણાદાયી થીમ સાથે શહેરના પાંચેક જેટલા સ્લમ વિસ્તારોના ૨૫૦ જેટલા જરૂરતમંદ વિદ્યાર્થીઓમાં સ્કુલ બેગ, લંચ બોક્ષ, વિવિધ શૈક્ષણિક સામગ્રીનું પાઉચ, વોટર બોટલ તેમજ ધોરણ અનુસાર નોટબુક કે ચોપડાઓ વિ. નું વિતરણ કરવામાં આવ્યું હતું. અમારા નિવાસસ્થાનના આંગણમાં યોજાયેલા આ અભ્યાસ સામગ્રી કીટ્સના આ વિતરણની સાથે સાથે લાભાર્થી વિદ્યાર્થીઓને શ્રેયા પટેલ દ્રારા ઝૂમ્બા ડાન્સ કરાવ્યો હતો તેમજ વિવિધ રમતો રમાડવામાં આવી હતી. ત્યારબાદ રસ ઢોકળા,પંજાબી શાક, પુરી અને કઢી પુલાવનું પ્રીતિ ભોજન પણ કરાવવામાં આવ્યું. આમ, સ્કુલ બેગ, વોટર બોટલ અને લંચ બોક્ષ જેવી જરૂરી અને વિવિધ અભ્યાસ સામગ્રીનું પાઉચ તેમજ નોટબુક વિ. ના વિતરણને કારણે શ્રમજીવી અને સ્લમ વિસ્તારના જરૂરતમંદ વાલીઓને મહદઅંશે રાહત મળે છે.

Related posts

સાવલી તાલુકાના મંજુસર, ગોઠડા સહિત સાવલીના ગાયત્રી મંદિરે આંતરરાષ્ટ્રીય હિન્દૂપરિસદના અધ્યક્ષએ મુલાકાત કરી

admin

વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનરે કાલે વીકલી રિવ્યું બેઠક બોલાવી

admin

ફેડરેશન ઓફ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝે બજેટને આપ્યા 10 માંથી 7.5 પોઇન્ટ

admin

Leave a Comment