37.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
May 1, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનરે કાલે વીકલી રિવ્યું બેઠક બોલાવી

વડોદરા મ્યુનિ.કમિશનરે કાલે વીકલી રિવ્યું બેઠક બોલાવી હતી જેમાં શહેરના વિકાસ અને પ્રશ્નો અંગે ચર્ચા કરાઇ હતી. મ્યુનિ કમિશર અરુણ મહેશ બાબુએ મીડિયાને જણાવ્યું હતું કે અમે 15 મુદ્દા ધ્યાનમાં મુક્યા હતા. શહેરમાં ખાડા પુરવા પર ભાર મુકાયો છે. વોર્ડ વાઇઝ ઇજનેરોને બોલાવીને ડેટા આપી 30 ડિસેમ્બર પહેલા ખાડા પુરવા તાકીદ કરાઇ છે. કોર્ડીનેશન સાથે કામ કરવા સુચના અપાઇ છે. તેમણે કહ્યું હતું કે સરકારની સુચના મુજબ ગેરી સંસ્થા દ્વારા સેમ્પલ લેવાની કામગિરી કરાઇ રહી છે અને જો રસ્તાની ક્વોલિટી સારી નહી હોય તો કોન્ટ્રાક્ટરોને દંડ લેવાની પણ સુચના કરાઇ છે. આ સાથે સ્વચ્છતા બાબતે પણ ગલીઓમાં ફોકસ કરવા કહેવાયું છે. પૂર્વ વિસ્તારમાં શટ ડાઉન પછી પાણીની સ્થિતી સુધરી છે તેમ તેમણે કહ્યું હતું.
તેમણે માહિતી આપી કે ગટરનું પાણી ઉભરાતું હોય તેવા સ્થળે સમસ્યા ઉકેલવા કહેવાયું છે. જ્યાં ટ્રાફિક સર્કલ અને સિગ્નલ બનાવાની જુરર છે ત્યા નવા સિગ્નલ બનાવવા અને ડિવાઇડર બનાવવા પણ જણાવાયું છે. હાલ 24 કલાક ટ્રાફિક સિસ્ટમ છે. સ્ટ્રીટ લાઇટને પણ ઓટોમેટીક સિસ્ટમમાં લેવા તૈયારી કરાઇ રહી છે. પાર્કીંગ પોલીસી બનાવાનો પ્રયત્ન ચાલુ છે. 14 લાઇબ્રેરીની પણ કામગિરી પ્રગતી હેઠળ છે. વેન્ડીંગ ઝોન પર કામ કરાશે

Related posts

બીજેપી વડોદરા મહાનગર દ્વારા ડ્રોનની માધ્યમ મધ્યમથી વણીકરણ અને વૃક્ષારોપણ કાર્યક્રમ

admin

છોટાઉદેપુર મુસ્લિમ સમાજના લોકો દ્વારા ગુજરાત સરકારના યુનિફોર્મ સિવિલ કોડ બિલની રચનાનો વિરોધ જાહેર કર્યો.

admin

ડભોઇ તાલુકાના ચાંદોદ પાસે ટ્રેન નીચે દીપડો કપાઈ જવાની ત્રીજી ઘટના બની

admin

Leave a Comment