33.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

ડભોઇ તાલુકાના ચાંદોદ પાસે ટ્રેન નીચે દીપડો કપાઈ જવાની ત્રીજી ઘટના બની

ડભોઇ તાલુકાના ચાંદોદ પાસે ના ગામડી ગામ નજીક ટ્રેનની અડફેટે ગત મોડી રાત્રે દીપડાનું કરુંણ મોત નીપજ્યું હતું ગામડી ગામ પાસે ઓરસંગ નદી ઉપરથી પસાર થતા રેલવે બ્રિજ પર થી મોડી રાત્રે સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ ટ્રેનની પસાર થઈ રહી હતી દરમિયાન ટ્રેન ની અડફેટે નર દીપડાનું મોત થયું હતું નર દીપડાની ઉંમર અંદાજિત ૧૦ થી ૧૧ વર્ષ હોવાનું જાણવા મળ્યું છે આગે રેલવે તંત્ર દ્વારા જાણ કરાતા નેચર હેલ્પ ફાઉન્ડેશન ની ટીમ અને વન વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મૃત દીપડા નો કબજો મેળવી પશુ હોસ્પિટલ ખસેડી પીએમ ની તજવીજ હાથ ધરી
પોસ્ટમોર્ટમ ની કાર્યવાહી બાદ વન વિભાગ દ્વારા દીપડાનો અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હતો
ઉલ્લેખનીય છેકે ટ્રેનની અડફેટે દીપડાના આ ત્રીજી ઘટના છે પહેલી અકસ્માત માર્ચ 2024 માં બન્યો હતો,
બીજો 23 જાન્યુઆરી 2025 અને ત્રીજો બનાવો આજરોજ બન્યો છે જેમાં અંદાજિત ૧૦ થી ૧૧ વર્ષની ઉંમરનો 120 કિલો વજન ધરાવતો દીપડો મોડી રાત્રે ટ્રેનની અડફેટે આવી 70 થી 80 ફૂટ રેલવે બ્રિજથી નીચે નદીમાં ફંગોળાયો હતો અને કરુણ મોત નીપજ્યું હતું
આજ સ્થળે દીપડાના મોતની ત્રીજી ઘટના ઘટના બનતા ગ્રામજનો અને વન્યજીવ પ્રેમીઓમાં નિરાશા વ્યાપી છે વન વિભાગ અને રેલવે તંત્ર સાથે મળી બ્રિજ ફરતે ફેન્સીંગ ઊભી કરવાની વ્યવસ્થા નહીં ગોઠવે તો હજુ પણ વધારે દીપડા મોતને ભેટવાની સંભાવના રહેલી છે આ વિસ્તારમાં ઘણા દિપડાઓ માનવીને નુકસાન પહોંચાડ્યા વિના કરે છે વસવાટ ત્યારે આ વિસ્તારમાં વસતા વન્યજીવો ના રક્ષણ હેતુ નેચર હેલ્પ ફાઉન્ડેશનની ટીમ ખૂબ સકારાત્મક રીતે કામ કરી રહી હોય ટ્રેન અકસ્માતમાં ત્રીજા દીપડાનું મોત નીપજ્યું હોય ફાઉન્ડેશનના સભ્યોએ ભારે દુઃખ વ્યક્ત કર્યું હતું

Related posts

એમ.એસ.યુનિવર્સિટી વિદ્યાર્થિનીનું કેનવાસ પર કામ કરતી વખતે સ્ટુડિયોમાં વીજ કરંટ લાગતા મોત

admin

ભાજપના યુવા કોર્પોરેટર શ્રીરંગ રાજેશ આયરેના નિવાસ્થાને શ્રીજીના દર્શન કરી નેતાઓએ ધન્યતા અનુભવી

admin

જરોદ પ્રગતિશીલ ખેડૂત મંડળના નેજા હેઠળ જિલ્લા કલેકટર કચેરી તથા વાઘોડિયાના ધારાસભ્યને આવેદનપત્ર

admin

Leave a Comment