ગણેશ ઉત્સવની ધામધુમ પૂર્વક ઉજવણી ચાલી રહી છે ત્યારે વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં સુભાનપુરા ખાતે ભાજપના યુવા કોર્પોરેટર શ્રીરંગ રાજેશ આયરેના નિવાસ્થાને પણ શ્રીજી ની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે આજે ” આયરે પરિવારના રાજા “બાપ્પા દર્શન માટે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ શહેર અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિશિધ દેસાઈ દર્શન માટે પધાર્યા હતા. શ્રીજીના દર્શન કરી નેતાઓએ ધન્યતા અનુભવી હતી. આયરે પરિવારને ગણેશ ઉત્સવની શુભકામનાઓ આપી હતી.
ગણેશ ઉત્સવના આજે સાતમા દિવસે આયરે પરિવારના રાજા શ્રીજીની પ્રતિમાનું ઇકો ફ્રેન્ડલી રીતે વિસર્જન ઘર આંગણે જ કરવામાં આવ્યું હતું. યુવા કોર્પોરેટર શ્રીરંગ રાજેશ આયરે, ભાજપ નેતા રાજેશ આયરે, પૂર્વ કોર્પોરેટર પૂર્ણિમાબેન આયરે, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય વિજય પટેલ આયરે પરિવારના જીતેન્દ્ર આયરે, દિપક આયરે, રોનક આયરે, નિસર્ગ આયરે સહીત પરિવારે અને કાર્યકર્તા ઓ ગણપતિ બાપા મોરિયા ના જયઘોષ સાથે પૂજન અર્ચન આરતી કર્યા બાદ ઘર આંગણે ઇકો ફ્રેન્ડલી વિસર્જન કરી બાપ્પા ને આવતા વર્ષે વહેલા આવો અને સૌ લોકોનું કલ્યાણ કરો ની પ્રાર્થના કરી હતી

