વડોદરા શહેરમાં વિવિધ ધર્મ તેમજ સમાજના તહેવારોની ઉજવણી ખુબજ ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવતો હોય છે. કોઈની અનિચ્છનિય બનાવ ન બને અને શાંતિપૂર્ણ વાતાવરણમાં તમામ તહેવાર સંપન્ન થાય તે હેતુસર શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવતું હોય છે. આવનાર બકરી ઇદ ના તહેવારને ધ્યાનમાં રાખીને સિટી પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. આ શાંતિ સમિતિની બેઠકમાં હિન્દુ તેમજ મુસ્લિમ સમાજના આગેવાનો અને વડીલો ઉપસ્થિત રહ્યા હતા. ડીસીપી ઝોન -૪ ના ડીસીબી પન્ના મોમાયા તેમજ ડીસીપી ઝોન -૪ ના તમામ પોલીસ સ્ટેશનના પીઆઇ ઉપસ્થિત રહ્યા હતા.

