Genius Daily News
વડોદરા જિલ્લોશિનોર

શિનોરમાં રસ્તે ચાલતા વૃદ્ધને આખલાએ હવામાં ઉલાળ્યા સમગ્ર ઘટના CCTVમાં કેદ

શિનોરમાં આખલાનો આતંક સામે આવ્યો છે. આ આતંકના કારણે સ્થાનિકોમાં ડર જોવા મળ્યો છે. રસ્તા પર નિકળવા અને વાહન ચલાવતા ચાલકોમાં ભયનો માહોલ છે. આ આખલો ક્યારે તમારા પર હુમલો કરશે તે જાણી શકાતુ નથુ. આતંક મચાવનાર આખલાએ હાલમાં વૃદ્ધને અડફેટે લીધો હતો. રસ્તે ચાલતા વૃદ્ધને આખલાએ હવામાં ઉલાળ્યા હતા. અને આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ હતી. વડોદરમાં રસ્તા પર રખડતા ઢોરોનો આતંક જોવા મળ્યો છે. રસ્તા પર રખડતા ઢોરોને કાબૂમાં કરવા મામલે મનપા નિષ્ફળ સાબિત થયુ છે. આ પોકળ કામગીરીના મામલે સ્થાનિકો ભોગ બની રહ્યા છે. આખલો અને રખડતા ઢોર તંત્ર માટે મુશ્કેલીઓ સર્જી રહ્યા છે. શિનોરમાં આખલાનો આતંક જોવા મળ્યો છે. શિનોરમાં આખલાએ રસ્તે ચાલતા વૃદ્ધને 7 ફૂટ ઊંચે હવામાં ઉછાળ્યા હતા.રોડ ઉપર વૃદ્ધ પટકાયા હતા. પરંતુ સદનસીબે તેમનો જીવ બચ્યો હતો. પરંતુ હાથ પગના ભાગે ઇજાઓ થઈ હતી. ઘાયલ વૃદ્ધે કહ્યુ હતુ કે, આવા આખલાઓને તંત્ર બાંધીને રાખે તો સ્થાનિક પર કોઇ હુમલાઓ નહી થાય. વડોદરાના શિનોરમાં રસ્તે ચાલતા વૃદ્ધને આખલાએ હવામાં ઉછાળ્યા હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. શિનોરમાં બનેલી ઘટના તંત્રની ઢીલી કામગીરી દર્શાવે છે. વૃદ્ધના સ્થાને કોઇ મહિલા કે બાળક પણ ભોગ બની શક્યુ હોત. સદનસીબે તેમનો જીવ બચ્યો હતો. પરંતુ દર વખતે આવા ચમત્કાર નથી થતા. હજુ કેટલા લોકો આખલાનો શિકાર બનશે એ તંત્રની કામગીરી પર નક્કી થશે. છુટા આખલાના માલિકો સામે શુ પગલાં લેવાય છે તે એક પ્રશ્ન છે.

Related posts

ડભોઇ–વડોદરા રોડ પર મુસાફરોની મુશ્કેલી યથાવત, પલાસવાળા ફાટક પાસે લાંબા ટ્રાફિક જામ

admin

સાવલી એ.પી.એમ.સી.હૉલમાં ભાજપા જિલ્લા પ્રમુખની અધ્યક્ષસ્થાને વન નેશન વન ઇલેક્શન અંતર્ગત પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું

admin

વડોદરા થી સુરત તરફ જવાના રોડ ઉપર આવેલી સતલુજ હોટલના પાર્કિંગમાંથી વિદેશી શરાબના જથ્થા ભરેલા ટેમ્પો કબજે કર્યો

admin

Leave a Comment