40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરા જિલ્લોશિનોર

શિનોરમાં રસ્તે ચાલતા વૃદ્ધને આખલાએ હવામાં ઉલાળ્યા સમગ્ર ઘટના CCTVમાં કેદ

શિનોરમાં આખલાનો આતંક સામે આવ્યો છે. આ આતંકના કારણે સ્થાનિકોમાં ડર જોવા મળ્યો છે. રસ્તા પર નિકળવા અને વાહન ચલાવતા ચાલકોમાં ભયનો માહોલ છે. આ આખલો ક્યારે તમારા પર હુમલો કરશે તે જાણી શકાતુ નથુ. આતંક મચાવનાર આખલાએ હાલમાં વૃદ્ધને અડફેટે લીધો હતો. રસ્તે ચાલતા વૃદ્ધને આખલાએ હવામાં ઉલાળ્યા હતા. અને આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ હતી. વડોદરમાં રસ્તા પર રખડતા ઢોરોનો આતંક જોવા મળ્યો છે. રસ્તા પર રખડતા ઢોરોને કાબૂમાં કરવા મામલે મનપા નિષ્ફળ સાબિત થયુ છે. આ પોકળ કામગીરીના મામલે સ્થાનિકો ભોગ બની રહ્યા છે. આખલો અને રખડતા ઢોર તંત્ર માટે મુશ્કેલીઓ સર્જી રહ્યા છે. શિનોરમાં આખલાનો આતંક જોવા મળ્યો છે. શિનોરમાં આખલાએ રસ્તે ચાલતા વૃદ્ધને 7 ફૂટ ઊંચે હવામાં ઉછાળ્યા હતા.રોડ ઉપર વૃદ્ધ પટકાયા હતા. પરંતુ સદનસીબે તેમનો જીવ બચ્યો હતો. પરંતુ હાથ પગના ભાગે ઇજાઓ થઈ હતી. ઘાયલ વૃદ્ધે કહ્યુ હતુ કે, આવા આખલાઓને તંત્ર બાંધીને રાખે તો સ્થાનિક પર કોઇ હુમલાઓ નહી થાય. વડોદરાના શિનોરમાં રસ્તે ચાલતા વૃદ્ધને આખલાએ હવામાં ઉછાળ્યા હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. શિનોરમાં બનેલી ઘટના તંત્રની ઢીલી કામગીરી દર્શાવે છે. વૃદ્ધના સ્થાને કોઇ મહિલા કે બાળક પણ ભોગ બની શક્યુ હોત. સદનસીબે તેમનો જીવ બચ્યો હતો. પરંતુ દર વખતે આવા ચમત્કાર નથી થતા. હજુ કેટલા લોકો આખલાનો શિકાર બનશે એ તંત્રની કામગીરી પર નક્કી થશે. છુટા આખલાના માલિકો સામે શુ પગલાં લેવાય છે તે એક પ્રશ્ન છે.

Related posts

સાંસદ ખેલ સ્પર્ધાનું સમાપન સમારોહ વડોદરાના સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાયો

admin

વડોદરા શહેરમાં વાઘોડિયા ચોકડી તરફ થી શહેરમાં પ્રવેશ કરતી કારમાંથી પોલીસે વિદેશી દારૂ ઝડપી પાડ્યો

admin

વડોદરાના માંજલપુર ખાતે ગુજરાતની સૌથી મોટી હોળી પ્રજ્વલિત કરાશે

admin

Leave a Comment