Genius Daily News
ચુડાસુરેન્દ્રનગર જિલ્લો

ચુડા તાલુકાનાં મીણાપુર ગામનાં લોકોએ વીજ ધાંધિયાથી કંટાળી આવેદનપત્ર આપ્યું..

ખેતીવાડી તેમજ જ્યોતિગ્રામમાં છેલ્લાં 15 દિવસની વીજ પુરવઠો નિયમિત ન મળતાં પરેશાન ગ્રામજનોનું રોષે ભરાયેલા ટોળાંએ પીજીવીસીએલ કચેરીએ પહોંચી નિયમિત રીતે વીજ પુરવઠો મળી રહે તે બાબતે આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી હતી..

ચુડા પીજીવીસીએલનાં કર્મચારીઓ ફોન રીસીવ ન કરવાની ફરીયાદો ઉઠી હતી..

નોંધનીય છે કે આ અગાઉ ચોકડી ગામનાં હેલ્પર દ્વારા ફોન રિસીવ ન કરવાની ઘટના બનવા પામી હતી.

વારંવાર વિજ પુરવઠો ખોરવાઈ જતાં ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો.

અનેકવાર તંત્રને જાણ કરવા છતાં કોઈ પગલાં ન લેવાતાં ગ્રામજનો રોષે ભરાયાં હતાં..

વીજ તંત્રનાં ધાંધિયાથી કંટાળી મીણાપુર ગામનાં 30 થી વધુ લોકોએ આવેદન પત્ર પાઠવ્યું…

અનિયમીત વિજ પુરવઠાની સમસ્યાનું કાયમી ધોરણે નિરાકરણ થાય અને લોકોને વિજ પુરવઠો નિયમિત પણે મળતો રહે એવી વ્યવસ્થા કરવા મીણાપુરનાં ગ્રામજનોની માંગ કરી હતી..

એકબાજુ બફારો તો બીજી બાજુ વરસાદ તેવા સંજોગોમાં ખાસ કરીને વૃધ્ધજનો અને નાના ભૂલકાઓની હાલત દયનીય બની રહે છે,

મીણાપુરમાં દિવસ દરમ્યાન વારંવાર વિજ પુરવઠો ખોરવાઈ જતો હોવા છતાં રાત્રીનાં સમયે પણ વીજ પુરવઠો ખોરવાઈ જવાની સમસ્યા કાયમી બની ગઈ છે.

Related posts

ચુડા તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં નદી,નાળાઓનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું

admin

ખનીજ ચોર સામે તંત્રની લાલ આંખ, ધોળીયા ગામે ગેરકાયદેસર ખનન ઝડપી પાડવામાં આવ્યું

admin

સંત ઝવરાબાપા ૧૩૪મી તિથી નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું.

admin

Leave a Comment