40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

શ્રી રંગ અમરનાથ ટ્રસ્ટ છેલ્લા બે વર્ષથી અમરનાથ યાત્રામાં આવતા ભકતો માટે ભંડારાનું આયોજનને લઈ પત્રકાર પરિષદ

શ્રી રંગ અમરનાથ ટ્રસ્ટ દ્વારા આગામી અમરનાથ યાત્રા નો પ્રારંભ થનાર છે જેમાં વડોદરા થી શ્રી રંગ અમરનાથ ટ્રસ્ટ છેલ્લા બે વર્ષથી અમરનાથ યાત્રા માં આવતા ભકતો માટે ભંડારાનું આયોજન ને લઈ પત્રકાર પરિષદ યોજાઈ….

બાબા અમરનાથ યાત્રા 3 જુલાઈથી શરૂ થઈ રહી છે, જે 38 દિવસની હશે અને 9 ઓગસ્ટ, રક્ષાબંધનના દિવસે સમાપ્ત થશે છે ત્યારે વડોદરા થી શ્રી રંગ અમરનાથ ટ્રસ્ટ દ્વારા છેલ્લા બે વર્ષથી સેવા આપવામાં આવી રહી છે અને આ યાત્રા ગૌરીશંકર મંદિર પહેલગાવથી અમરનાથ યાત્રાનો પ્રારંભ થાય છે અને આ યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો આવતા હોય છે.. ત્યારે આવનાર શિવ ભગતો ને શુધ્ધ અને સ્વાતિક ભોજન મળી રહે તે હેતુથી સેવા આપવામાં આવી રહી છે. આ ભંડારામાં રોજ 10 હજારથી વધુ શિવ આ ભંડારામાં લાભ લે છે. આ શ્રી રંગ અમરનાથ ટ્રસ્ટ દ્વારા આવતી કાલે 22 જૂન ના રોજ ટ્રક માં અમરનાથ સેવા આપવા જનાર છે. વડોદરા ની વિવિધ સંસ્થા દ્વારા અનાજ અને ફંડ ની સેવા આપવામાં આવે છે. શ્રી રંગ અમરનાથ ટ્રસ્ટ દ્વારા આવતી કાલે 10 થી વધુ સ્વયંસેવકો રવાના થનાર છે જેમાં વડોદરાના સાધુ સંતો અને વડોદરા ના સાંસદ દ્વારા લીલી ઝંડી આપી ને રવાના કરવામાં આવશે. શ્રી રંગ અમરનાથ ટ્રસ્ટ દ્વારા ભંડારા માટે તમામ પ્રકારની તૈયારીઓ અને સુવિધાઓ રાખવામાં આવી છે જેમકે આવનાર શિવ ભક્તો માટે સ્વાસ્તિક ભોજન સાથે ચા પાણી નાસ્તો અને જમવાનું શુદ્ધ અને શાકાહારી મળી રહે સાથે ભંડારા ના પરિષદમાં ફાયર સેફટીની પણ સુવિધા રાખવામાં આવી છે. શ્રી રંગ અમરનાથ ટ્રસ્ટ દ્વારા ભંડારા દરમિયાન ચાર કાઉન્ટર મૂકવામાં આવશે જેથી ભક્તોને મુશ્કેલી ન પડે તે માટે અલાયદા વ્યવસ્થા કરવામાં આવશે સાથે વડોદરા થી આવનાર શિવભક્તો માટે શ્રી રંગ અમરનાથ ટ્રસ્ટ એ ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવ્યો છે 9328289328 આ નંબર પર વડોદરા થી આવનાર થી ભક્તોના પરિવારજનો પરિવારના સભ્યો ક્યાં અને કેવી રીતે છે તેની સંપૂર્ણ માહિતી મળી રહેશે…

Related posts

VMCની કચેરીને તાળાબંધી કરવાના સામાજિક કાર્યકરોના એલાનને પગલે પોલીસનો સ્ટાફ પાલિકા કચેરી ખાતે ખડકી દેવાયો

admin

સયાજી હોસ્પિટલ કરુણા વોર્ડ દ્વારા નિરાધાર લોકોને આશ્રય આપતી સંસ્થાનું સન્માન….

admin

વડોદરા નજીક નેશનલ હાઈવે નં.48 પર આવેલા સાવરીયા ઢાબા પાસે ગેરેજની આડમાં ચાલતા ગાંજાની ખેતીનો પર્દાફાશ

admin

Leave a Comment