વડોદરા મહાનગર અનુ.જાતિ મોરચા દ્રારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચા ના પ્રદેશ પ્રમુખ શ્રી ગૌતમ ભાઇ ગેડીયા જી ની સૂચના થી ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર ના અધ્યક્ષ ડો જયપ્રકાશ સોની જી ના માર્ગદર્શન મુજબ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા 21 મી જૂન યોગ દિવસ નિમિતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ની ઉજવણી કરવા માં આવી સયાજીગંજ વિસ્તાર માં આવેલ કમાટી બાગ સ્થિત ભારત રત્ન ડો આંબેડકર જી ના સ્મૃતિ સમા સંકલ્પ ભૂમિ ખાતે યોગ દિવસની ઉજવણી નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં મોરચા ના પ્રમુખ હર્ષદ વકીલ મહા મંત્રી મનીષ ભાઈ કાપડિયા સહીત મોરચા ના ઉપપ્રમુમઃ મંત્રી તેમજ હોદેદારો કાર્યકર્તા જોડાયા હતા અનુ જાતિ મોરચા ના પ્રમુખ હર્ષદ વકીલ એ કાર્યક્રમ અંતર્ગત જણાવ્યું હતું કે દર વર્ષે આંતરરાટ્રીય યોગ દિવસ ની ઉજવણી કરવા માં આવે છે દેશ ના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી જી પણ લોક જીવન નું સ્વાસ્થ્ય સારું રહે લોકો નિરોગી રહે તે માટે યોગ પર વધુ ભાર મૂકે છે વડાપ્રધાન પણ ખુદ સ્વાસ્થ્ય ને લઇ ને યોગ ને મહત્વ આપે છે જેથી સમગ્ર દેશ માં યોગ દિવસ ની ઉજવણી કરવાનું જાહેર થયું છે ત્યારે વડાપ્રધાન શ્રી ના સંકલ્પ મુજબ દેશ ની પ્રજા નિરોગી વને તે માટે દેશ માં યોગ દિવસ ની ઉજવણી થાય છે આજે કમાટી બાગ ખાતે સંકલ્પ ભૂમિ ની પવિત્ર ભૂમિ પર ભગવાન બુદ્ધ ની પ્રતિમા ના સાનિધ્ય માં મોરચા ના હોદેદારો એ યોગ દિવસ ની ઉજવણી કરી

