વિશ્વભરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વડોદરામાં વિવિધ સ્થળોપર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. જેમાં કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલ, વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુકલ, સાંસદ ડૉ.હેમાંગ જોશી, મેયર, ધારાસભ્યો, પોલીસ કમિશ્નર ઉપસ્થિત રહીને યોગિક ક્રિયાઓ અને આસનો કર્યા હતા.
ભારતભરમાં ઠેર ઠેર 11માં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. વડોદરાના સમા સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે રાજ્ય યોગ બોર્ડ અને મ.ન.પા. દ્વારા આયોજીત યોગ શિબિરનો ઉપસ્થિત મહેમાનોએ દીપ પ્રકટાવીને પ્રારંભ કર્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિશાખાપટ્ટનમ ખાતે યોગ દિવસ ની ઉજવણીમાં કરેલ ઉદબોધનનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. ત્યાર બાદ ઉપસ્થિત મહાનુભાવોએ યોગ બોર્ડના કો ઓડીનેટર દ્વારા યોગિક ક્રિયાઓ અને યોગાસનો કરવાનો પ્રારંભ કરવામાં આવ્યો. જેમાં સરકારી ,અર્ધ સરકારી સંસ્થાઓ, શાળા કોલજો, ધાર્મિક સંસ્થાઓ જોડાઈ હતી.

