30.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
ઉનાગીર સોમનાથ જિલ્લો

અઢી કરોડના ખર્ચે નવીનીકરણ થયેલ સીમશાળાના બે બિલ્ડિંગનું લોકાર્પણ કરતા ગુજરાત રાજ્ય સરકારના મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનસેરીયા

અંદાજીત રૂ. અઢી કરોડના ખર્ચે નવીનીકરણ થયેલ સીમશાળાના બે બિલ્ડિંગનું લોકાર્પણ કરતા ગુજરાત રાજ્ય સરકારના મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનસેરીયા સાહેબ અને ઉનાના માનનીય ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડ (કે.સી.રાઠોડ)

ગરાળ ખાતે ગુજરાત રાજ્ય સરકારના શિક્ષણમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનસેરીયા સાહેબએ ભૂલકાંઓને પા…પા..પગલી કરાવી

ગુજરાત રાજ્ય સરકારશ્રી ના શિક્ષણ વિભાગ દ્વારા આજરોજ ૨૬મી જુનના રોજ ગીર સોમનાથ જીલ્લાના ઉના તાલુકાના ગરાળ ખાતે વિધાર્થીઓને કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ – ૨૦૨૫ અંતર્ગત ગુજરાત રાજ્ય સરકારના માનનીય શિક્ષણ મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનસેરીયા સાહેબની પ્રેરક ઉપસ્થિતમાં ગરાળ ખાતે બાલવાટીકામાં ૩૬ ભૂલકાંઓએ, ધો. ૧માં ૩૫ બાળકો તેમજ ધો.૯માં ૩૭ કુમાર અને ૬૬ કન્યા એમ કુલ ૧૦૩ બાળકો અને ધો.૧૧માં ૨૯ બાળકોને પુસ્તકો વિતરણ કરી અને પ્રવેશ આપવામાં આવ્યો હતો. ગુજરાત રાજ્ય સરકારના મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનસેરીયા સાહેબ એ અંદાજીત રૂ. ૧.૭૧ કરોડના ખર્ચે માધ્યમિક શાળા અને રૂ.૭૫ લાખના ખર્ચે પ્રાથમિક શાળા એસ.ઓ.યુ બિલ્ડીંગ એમ કુલ અઢી કરોડના ખર્ચે નવીનીકરણ થયેલ ગરાળ સીમ શાળાના બે બિલ્ડિંગનું લોકાર્પણ કર્યું હતું. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ રાજ્ય સરકારના મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનસેરીયા સાહેબ એ તેમજ ઉનાના ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડ, લાઠીના ધારાસભ્યશ્રી જનકભાઈ તળાવીયા એ અને આગેવાનોએ સાથે ભોજન લીધું હતું.

આ કાર્યક્રમમાં ભુતડાદાદા આશ્રમના મહંતશ્રી અમરગીરી બાપુ, ઉનાના માનનીય ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડ (કે.સી.રાઠોડ) લાઠીના ધારાસભ્યશ્રી જનકભાઈ તળાવીયા, જીલ્લા શિક્ષણાધિકારીશ્રી એમ.પી.બોરીચા સાહેબ, જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી અશોક પટેલ સાહેબ, જીલ્લા ભાજપ ઉપપ્રમુખશ્રી રાજુભાઈ ડાભી, જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી પ્રકાશભાઈ ટાંક, ઉના નગરપાલિકાના પ્રમુખશ્રી પરેશભાઈ બાંભણીયા, જીલ્લા પંચાયતના સદસ્યશ્રી હરિભાઈ સોલંકી, ગીરગઢડા તાલુકા ભાજપ પ્રમુખશ્રી ધર્મેશભાઈ રાખોલીયા, ગીરગઢડા પુર્વ તાલુકા ભાજપ પ્રમુખશ્રી કાળુભાઈ રૂપાલા, નગરપાલિકાના સદસ્યશ્રી ચંદ્રેશભાઈ જોશી તેમજ આગેવાનો, શિક્ષકગણ, વાલીગણ અને વિદ્યાર્થીગણ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રીપોર્ટર ભાલીયા માધુ ઉના

Related posts

‘ઓપરેશન સિંદૂર’માં સેનાના શૌર્યને બિરદાવવા માટે ગીર સોમનાથ જીલ્લાના ઉના ખાતે તિરંગા યાત્રા યોજાઈ

admin

15 મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વની” ઉજવણીના ભાગરૂપે ઉના શહેરમાં વિશાળ તિરંગા યાત્રા યોજાઈ

admin

સોમનાથ ખાતે ત્રી દિવસીય ચિંતન શિબિરનો મુખ્યમંત્રીએ પ્રારંભ કરાવ્યો…

admin

Leave a Comment