ઝોઝ પોલીસ સ્ટેશન દ્વારા સિંગલાજા ગામેથી જુગાર ધારાના રોકડ રૂ.૧૨,૫૪૦/- તથા મોબાઈલ નંગ.૫ કિ.રૂ.૨૦,૫૦૦/- તથા વાહન નંગ.૦૨ કિં.રૂ.૧,૨૦,૦૦૦/- મળી કુલ મુદ્દામાલ કિં.રૂ.૧,૫૩,૦૪૦/- સાથે ૦૭ આરોપીને ઝડપી પાડી જુગાર ધારાનો ગણના પાત્ર કેશ સોધી કાઢતી ઝોઝ પોલીસ
આઈ.જી.શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સમગ્ર જિલ્લામાં પ્રોહી /જુગારની પ્રવુતી નેસ્ત નાબૂદ કરવા તેમજ જુગાર ધારાના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા જિલ્લાના તમામ થાણા અમલદાર નાઓને પ્રોહી જુગારની પ્રવૃતિ હેરાફેરી કરતા ઇસમો ઉપર વોચ રાખી અસામાજિક પ્રવૃત્તિ સદંતર રીતે નેસ્ત નાબૂદ થાય તે રીતેની કાર્યવાહી કરવા જરૂરી સુચનાઓ આપવામાં આવેલ.
જે આધારે નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર વિભાગ છોટાઉદેપુર નાઓના સીધા માર્ગદર્શન હેઠળ આજરોજ એ.સી.પરમાર પોલીસ ઈન્સ્પકેટર ઝોઝ પોલીસ સ્ટેશન તથા સ્ટાફના પોલીસ માણસો સાથે ઝોઝ પોલીસ સ્ટેશનમાં હાજર હતા તે દરમ્યાન એ.સી.પરમાર પોલીસ ઈન્સ્પકેટર નાઓને ખાનગી બાતમીદાર થકી બાતમી હકીકત મળેલ કે, સિંગલાજા ગામે પુજાર ફળીયામાં ખુલ્લા ખેતરોમાં એક મહુડાના ઝાડ નીચે કેટલાક માણસો પત્તા પાનાનો હાર જીતનો જુગાર રમી રમાડે છે સદર બાતમી હકિકત વાળી જગ્યા નજીક જઈ અમારી પાસેનુ વાહન થોડે દુર મૂકી પંચો તથા પોલીસ માણસો સાથે ચાલતા ચાલતા બાતમી હકિકત વાળી જગ્યા પાસે જઈ જોતા કેટલાક ઈસમો મહુડા નીચે જાહેરમાં ગોળ કુંડાળુ વાળી બેઠા હોય જેથી અમો નજીક જઇ તેઓને કોર્ડન કરી પકડવા જતા પત્તા-પાના રમતા ઇસમો અમો પોલીસ તથા પંચોને જોઈ પોલીસ પોલીસ એવી બુમો પાડીને નાસવા લાગેલ પરંતુ અમો તથા પંચોના માણસો જુગાર રમતા ઇસમોને કોર્ડન કરી સાત ઈસમોને સ્થળ પરથી પકડી પાડેલ અને ત્રણ ઇસમો નાસી ગયેલ જેથી તમામ આરોપીઓ વિરુધ્ધ કાયદેશરની કાર્યવાહી કરવામા આવેલ છે.

