Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

નશામાં ધોત થઈને ગાડી હાંકનાર કાર ચાલકે થાંભલા સાથે અથાડી સ્થાનિક લોકોએ કારમાં સવાર બે ઇસમોને પકડીને પોલીસને હવાલે કર્યા

નશામાં ધોત થઈને ગાડી હાંકનાર કાર ચાલકે થાંભલા સાથે અથાડી દીધી હતી સ્થાનિક લોકોએ કારમાં સવાર બે ઇસમોને પકડીને પોલીસને હવાલે કર્યા હતા.

વડોદરામાં મોડી રાત્રે નસેબાજ કાર ચાલકે થાંભલામાં ગાડી અથાડી દીધી હતી. જેને લઈને એકત્ર થયેલા સ્થાનિક લોકોએ પકડીને પોલીસને સોંપી દીધો હતો. રાત્રિના આશરે 12:15 વાગ્યાની આસપાસ પાણીગેટ પોલીસને કંટ્રોલ રૂમથી માહિતી મળી હતી કે,હરીશ પેટ્રોલ પંપ પાસે એક કાર ચાલકે થાંભલામાં ગાડી અથાડી છે અને પબ્લિકે તેને પકડી રાખ્યો છે. આ માહિતી મળતાની સાથે જ પાણીગેટ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના દોડી ગયો હતો. જ્યાં તપાસ કરતાં કાર રોડની સાઈડમાં ઉભી હતી અને તેમાં બે ઈસમો જણાયા હતા. કાર ચાલકે પોતાનું નામ પ્રેમ વસાવા તથા અન્યાય પોતાનું નામ વિજય રાઠોડ હોવાનું જણાવ્યું હતું. બંને દારૂના નશામાં હતા. જેથી પોલીસે કાળચાલક પ્રેમ યોગેશ વસાવા અને વિજય રાઠોડની સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Related posts

ડભોઇ નગરપાલિકા દ્વારા પાણીની પાઇપલાઇન નાખવાનું કામગીરી માટે ખોદેલા ખાડામાં એક કન્ટેનર ખાડામાં ફસાઈ જતા ટ્રાફિકજામ

admin

વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના હોદેદારો અને કાર્યકરો અમિત ચાવડાને સાંભળવા માટે અમદાવાદ જવા રવાના

admin

સમા વિસ્તારમાં 2 ફૂટનું મગરનું બચ્ચું સમા સમશાન પાસે દેખાયું, મગરના બચ્ચાનું રેસ્ક્યું કરી વનવિભાગને સોંપ્યું

admin

Leave a Comment