37.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 29, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાની શાંતિમાં પલિતો ચાપવાનો પ્રયાસ કરતા શિવસેના દ્વારા વિરોધ સાથે પોલીસ કમિશનરને આવેદનપત્ર

મહારાષ્ટ્રમાં મનસે અને ઉધ્ધવ ઠાકરેની શિવસેના સાથે ચાલી રહેલા ભાષા વિવાદને શહેરમાં એક ખાનગી સોશિયલ મિડિયા ચેનલના કર્મી દ્વારા વડોદરાની શાંતિમાં પલિતો ચાપવાનો પ્રયાસ કરતા શિવસેના દ્વારા વિરોધ સાથે પોલીસ કમિશનરને આવેદનપત્ર
છેલ્લા થોડા દિવસથી મુંબઇમાં રાજ ઠાકરે ની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મ.ન.સે.) તથા પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની શિવસેના દ્વારા હિન્દી ભાષા મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે પરંતુ અન્ય રાજ્યોમાં તેની કોઈ અસર નથી થઇ ખાસ કરીને વડોદરા શહેરમા એની અસર નથી થ ઇ તેની પાછળનું કારણ કે વડોદરા એ ગાયકવાડ રાજાની નગરી છે ગાયકવાડ રાજા પ્રજાવત્સલ રાજવી હતા જેના કારણે વડોદરા શહેરમાં મહારાષ્ટ્રિયન સમુદાય સહિત વિવિધ રાજ્યોના, અલગ અલગ ધર્મ જ્ઞાતિના લોકો એકબીજા સાથે હળીમળીને રહે છે અને એકબીજાના ધાર્મિક, સામાજિક ઉત્સવો ભાઇચારા સાથે ઉજવતા હોય છે પરંતુ હાલમાં એક ખાનગી સોશિયલ મીડિયા ના કર્મી દ્વારા મુંબઈ ના વિવાદ અંગે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર મરાઠી અને અન્ય લોકો વચ્ચે વૈમનસ્ય ઉભું થાય અને શહેરની શાંતિ ડહોળાય તેવી પોસ્ટ,કોમેન્ટ્સ કરતાં સમગ્ર મામલે આજે શિવસેના વડોદરા શહેર દ્વારા દિપક પાલકની આગેવાનીમાં શહેર પોલીસ કમિશનર ને આવેદનપત્ર આપી જરુરી કાર્યવાહી હાથ ધરવા રજૂઆત કરવામાં આવી હતી.

Related posts

સલમાન ખાને ઉડાવી દેવાની ધમકી આપનાર વડોદરા નજીકના રવાલ ગામના 26 વર્ષીય યુવકની અટકાયત કરવામાં આવી…

admin

ગુજરાતી ફિલ્મ સંઘવી એન્ડ સન્સની સ્ટાર કાસ્ટે કલાનગરી વડોદરાની મુલાકાત લીધી

admin

વડોદરામાં LPG ગેસ ચોરીનો પર્દાફાશ : ડિલિવરી બોય રંગેહાથ ઝડપાયો, SOG-પોલીસનું સંયુક્ત ઓપરેશન

admin

Leave a Comment