સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપનાર શખ્સ ની વડોદરા જિલ્લા પોલીસે અટકાયત કરી..
જાનથી મારી નાખવાની ધમકીની તપાસ વડોદરા પહોંચી વાઘોડિયા તાલુકાના રાવલ ગામના એક યુવકે આ મેસેજ મોકલ્યો હોવાનું જાણવા મળ્યું છે. જોકે, મુંબઈ પોલીસે અહીં તેની પૂછપરછ કરી છે, પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે યુવક માનસિક રીતે અસ્થિર છે. મુંબઈ પોલીસના વરલી ટ્રાફિક કંટ્રોલ રૂમના વોટ્સએપ નંબર પર અભિનેતા સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી મળ્યા બાદ મુંબઈ પોલીસે FIR નોંધી બે તી ત્રણ દિવસમાં પોલીસ સ્ટેશન હાજર રહેવા નોટિસ ફટકારી છે. ગુજરાતના વડોદરા નજીકના રવાલ ગામના 26 વર્ષીય યુવકે ધમકીભર્યો મેસેજ મોકલ્યો હતો. વાઘોડિયા પોલીસ સ્ટેશનના PI પૃથ્વીરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે રવાલ ગામમાં રહેતો 26 વર્ષનો માનસિક રીતે અસ્વસ્થ (Mentally disabled) યુવક છેલ્લા 12 વર્ષથી વડોદરાની એક હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે અને તેને સોશિયલ મીડિયાનો ખૂબ શોખ છે અને તેના કોઈ મિત્રો ન હોવાથી તે કોઈપણ લિંક પર જોડાઈ જાય છે અને આ દરમિયાન તેમને ધમકીભર્યો મેસેજ મોકલાતા પોલીસ દોડતી થઈ હતી. ટેકનિકલ સર્વેલેન્સનાં આધારે, મુંબઈ પોલીસ વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના રવાલ ગામમાં પહોંચી સઘન તપાસ હાથ ધરી છે. યુવકની માનસિક સ્થિતિ સારી ન હોવાથી પરિવારના સભ્યોને યુવક સાથે ત્રણ દિવસમાં મેડિકલ સર્ટિફિકેટ સાથે મુંબઈ પોલીસ સમક્ષ હાજર થવા જણાવ્યું છે

