43.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરામાં આઉટસોર્સિંગના વિરોધમાં સફાઈ કામદાર સંઘર્ષ સમિતિનું કમિશનરને આવેદનપત્ર

વડોદરા પાર્કસ એન્ડ ગાર્ડન તથા ઝૂ ખાતાના તમામ કર્મચારીઓએ આઉટસોર્સિંગની નીતિ સામે વિરોધ નોંધાવ્યો છે. સફાઈ કામદાર સંઘર્ષ સમિતિ વડોદરા યુનિયન દ્વારા મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપીને આ નિર્ણય પર પુનર્વિચારની માંગ કરવામાં આવી છે.

કર્મચારીઓનું કહેવું છે કે, 17 એપ્રિલ 2025 ના રોજ આઉટસોર્સિંગ મુદ્દે યોજાયેલી મીટિંગથી જ વિરોધ શરૂ થયો હતો, છતાં 18 જૂનના રોજ ઓનલાઈન જાહેરાત દ્વારા આઉટસોર્સિંગની પ્રક્રિયા આગળ વધારાઈ હતી. જેને લઇ સંઘ દ્વારા હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી અને અત્યારે આઉટસોર્સિંગ પર સ્ટે ઓર્ડર મળ્યો છે.

કર્મચારીઓએ અગાઉ કાયમી બનાવાયેલા માનવદિન કર્મચારીઓની જેમ કાયમીપણાનો લાભ આપવા માંગ ઊઠાવી છે. તેઓએ જણાવ્યું કે આ મુદ્દે તેઓ સતત રજુાત કરી રહ્યા છે અને હવે આંદોલનના પગલાં લેવાની નોબત આવી છે.

વિશેષ રૂપે, કોઈપણ કર્મચારીને હેરાન કરવાની જવાબદારી તંત્રની રહેશે, તેવું સંઘએ સ્પષ્ટ રૂપે જણાવ્યું છે.

Related posts

જામીન પર મુક્ત થયા બાદ ફરાર થઇ નાસતા ફરતા કુખ્યાત બુટલેગર અલ્પુ સિંધીને ઝડપી પાડતી વડોદરા ક્રાઈમ બ્રાન્ચ

admin

ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા કટોકટીના 50 વર્ષ પૂર્ણ નિમિત્તે પ્રદર્શનની તેમજ મોક પાર્લામેન્ટીનું આયોજન

admin

કોર્પોરેશનની ટેન્કર માંથી ડીઝલ ચોરી કરવાનું કૌભાંડ

admin

Leave a Comment