35.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ન્યાયમંદિર પાસે વધુ એક માર્ગ દુર્ઘટના, સાઇકલસવારનું ઘટના સ્થળે કરુણ મો-ત

વડોદરા શહેરમાં ટ્રાફિકની અવ્યવસ્થા ના કારણે રસ્તા અકસ્માતોની સંખ્યા સતત વધી રહી છે. આજે ન્યાયમંદિર વિસ્તારમાં વધુ એક દુઃખદ ઘટના સામે આવી છે, જેમાં એક કાર ચાલકે બેફામ ઝડપે ચાલી રહેલી કાર દ્વારા સાઇકલસવારને અડફેટે લીધો હતો.

ટક્કર એટલી ગંભીર હતી કે સાઇકલસવારનું ઘટનાસ્થળે જ મોત થયું. અકસ્માત બાદ આસપાસના લોક ટોળા એકત્ર થયા હતા તરત જ પોલીસ અને 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી.

હાલમાં પોલીસે ડ્રાઈવરને પકડી પાડ્યો હતો અને વધુ તપાસ શરૂ કરી છે. મૃતકની ઓળખ માટે કાર્યવાહી ચાલી રહી છે. શહેરમાં વધી રહેલા આવા અકસ્માતો સામે તંત્રે તાત્કાલિક પગલાં ભરવાની જરૂરિયાત ઊભી થઈ છે.

Related posts

મુખ્યમંત્રીએ વડોદરા મહાનગર પાલિકાને ટકોર કરી ટોણો માર્યો

admin

વડોદરા જિલ્લામાં સાવલી તાલુકાના મોક્સી ગામ પાસે આવેલી રીતુ એન્ટરપ્રાઇઝ નામની ડામરની કંપનીમાં ટેન્કરમાં બ્લાસ્ટ

admin

સિટી પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા હમ સબ એક હૈ ની સદભાવના સ્નેહમિલન નો કાર્યક્રમ

admin

Leave a Comment