Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ન્યાયમંદિર પાસે વધુ એક માર્ગ દુર્ઘટના, સાઇકલસવારનું ઘટના સ્થળે કરુણ મો-ત

વડોદરા શહેરમાં ટ્રાફિકની અવ્યવસ્થા ના કારણે રસ્તા અકસ્માતોની સંખ્યા સતત વધી રહી છે. આજે ન્યાયમંદિર વિસ્તારમાં વધુ એક દુઃખદ ઘટના સામે આવી છે, જેમાં એક કાર ચાલકે બેફામ ઝડપે ચાલી રહેલી કાર દ્વારા સાઇકલસવારને અડફેટે લીધો હતો.

ટક્કર એટલી ગંભીર હતી કે સાઇકલસવારનું ઘટનાસ્થળે જ મોત થયું. અકસ્માત બાદ આસપાસના લોક ટોળા એકત્ર થયા હતા તરત જ પોલીસ અને 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી.

હાલમાં પોલીસે ડ્રાઈવરને પકડી પાડ્યો હતો અને વધુ તપાસ શરૂ કરી છે. મૃતકની ઓળખ માટે કાર્યવાહી ચાલી રહી છે. શહેરમાં વધી રહેલા આવા અકસ્માતો સામે તંત્રે તાત્કાલિક પગલાં ભરવાની જરૂરિયાત ઊભી થઈ છે.

Related posts

છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના ચુલી ખાતે યોજાનાર સમૂહ લગ્નને લઈને તડામાર તૈયારીઓ ચાલુ

admin

પવિત્ર શ્રાવણ માસના ત્રીજા સોમવારે શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે બાર જ્યોતિર્લિંગ દર્શનનું આયોજન કરવામાં આવ્યું…

admin

દિલ્હીમાં થયેલા બ્લાસ્ટના પગલે વડોદરા શહેર પોલીસ એલર્ટ

admin

Leave a Comment