Genius Daily News
ઉનાગીર સોમનાથ જિલ્લો

ઉનાના સંજવાપુર ગામે નવનિર્માણ થનાર ગ્રામ પંચાયત ઓફિસનું ખાતમુહૂર્ત ઉનાના ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડના વરદ હસ્તે કરવામાં આવ્યું

ઉના તાલુકાના સંજવાપુર ગામે રૂ. ૨૫ લાખના ખર્ચે નવનિર્માણ થનાર સંજવાપુર ગ્રામ પંચાયત ઓફિસનું ખાતમુહૂર્ત ઉનાના ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડ (કે.સી.રાઠોડ)ના વરદ હસ્તે કરવામાં આવ્યું…

ઉના અને ગીરગઢડા તાલુકાના વિકાસ માટે અવિરત સતત પ્રયત્નશીલ રહેતા ઉનાના વિકાસશીલ ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડ એ આજરોજ ઉના તાલુકાના સંજવાપુર ગામે રૂ. ૨૫ લાખના ખર્ચે નવનિર્માણ થનાર સંજવાપુર ગ્રામ પંચાયતની ઓફિસનું ખાતમુહૂર્ત ઉનાના માનનીય ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડ ના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખશ્રી એભાભાઈ મકવાણા, તાલુકા ભાજપ પ્રમુખશ્રી હિરેનભાઈ બાંભણીયા, તાલુકા પંચાયતના ઉપપ્રમુખના પ્રતિનિધિશ્રી હનુભાઈ ગોહિલ, તાલુકા ભાજપ મહામંત્રીશ્રી ગંભીરસિંહ ગોહિલ, પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખના પ્રતિનિધિશ્રી સામતભાઈ ચારણીયા, સંજવાપુર ગ્રામ પંચાયતના સરપંચશ્રી જાદવભાઈ સોલંકી, ગરાળ ગ્રામ પંચાયતના સરપંચના પ્રતિનિધિશ્રી મનુભાઈ સોલંકી તેમજ આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર : માધુ ભાલીયા, ઉના

Related posts

અઢી કરોડના ખર્ચે નવીનીકરણ થયેલ સીમશાળાના બે બિલ્ડિંગનું લોકાર્પણ કરતા ગુજરાત રાજ્ય સરકારના મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનસેરીયા

admin

પૂર્વ મુખ્ય મંત્રી વિજય રૂપાણી એ સજોડે સોમનાથ મહાદેવના દર્શન કર્યા…

admin

ગૌ માતા ને રાજ્ય માતાનો દરજ્જો અપાવવા માટે લેખિત રજૂઆત કરવામાં આવી

admin

Leave a Comment