Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

મહિલા-પુરૂષને ટાર્ગેટ કરતા ગોરવા અને અકોટા પોલીસ મથકમાં નોંધાયેલા 6 ગુનાના ભેદ ઉકેલાયો…

અછોડા તોડ ગેંગ સક્રિય થઇ હોવાનું સામે આવ્યું હતું જેમાં કિસ્સાઓ વધતા આ મામલે વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી ક્રાઇમ બ્રાન્ચની ટીમો દ્વારા સીસીટીવી અને હ્યુમન સોર્સના આધારે સતત તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં અગાઉ ચેઇન સ્નેચિંગના ગુનામાં ઝડપાયેલા સોનુસિંગ બલવિરસિંગ ભોંડ (સિકલીગર) શંકાના દાયરામાં આવ્યો હતો. તે બાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ તરસાલી-દંતેશ્વર વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી. દરમિયાન બે શકમંદો અલગ અલગ બાઇક પર આવતા હતા. ક્રાઇમ બ્રાન્ચની ટીમોને જોઇને તે નાસી છુટવાનો પ્રયાસ કરતા હોવાનું ધ્યાને આવ્યું હતું જેમા બંનેએ આરોપી પાસે થી સોનાના બે મંગળસુત્ર અને ચાર તુટેલી સોનાની ચેઇન મળી આવી હતી. તે અંગે પુછતા તેઓ કોઇ સંતોષકારક જવાબ આપી શક્યા ન્હોતા. બાદમાં ક્રાઇમ બ્રાન્ચે કડકાઇ દાખવતા બંને ભાંગી પડ્યા હતા. અને તેમની પાસેથી મળી આવેલા કુલ 6 દાગીના ચોરીના હોવાનું જણઆવ્યું હતું. વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ બંને પાસેથી કુલ મળીને રૂ. 10 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો

Related posts

ડભોઇ નગરપાલિકા દ્વારા શહેરી વિકાસ વર્ષની ઉજવણી નિમિત્તે પ્લાસ્ટિક ફ્રી અને ક્લીનસીટી અર્થે SHGની બહેનોની માર્ચ યોજાઈ.

admin

વડોદરા શહેરમાં રેસકોર્સ સર્કલ ખાતે વિદ્યુત ભવનની ઓફિસની બહાર આઉટસોર્સિંગ ના સફાઈ કર્મચારીઓ પડતર માંગણીઓને લઈને હડતાલ પર ઉતર્યા

admin

વાઘોડિયાના પોલીસ કોન્સ્ટેબલનો ફાંસો ખાઈ આપઘાત છેલ્લા અઠવાડિયાથી ફરજ પર હાજર ન હતા

admin

Leave a Comment