Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા મહાનગર પાલિકાની દબાણ શાખા દ્વારા વહીવટી વોર્ડ 5માં લારી ગલ્લાનાં દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી

વડોદરા મહાનગરપાલિકામાં દબાણોના પણ પેપર લીક થઇ જાય છે ત્યારે આજે પાલિકાના દબાશાખા દ્વારા વહીવટી વોર્ડ 5માં લારી ગલ્લાનાં દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે આશ્ચર્યની વાત એ છેકે, જ્યાં. પાલિકા દબાણો હટાવે છે. ત્યાં. એક સપ્તાહમાં ફરી દબાણોનો જમાવડો થઈ જાય છે. એટલે પાલિકા ફક્ત દંડની રકમ એકત્રિત કરવા જ દબાણો દૂર કરતી હોય તેમ લાગી રહ્યું છે.

થોડા સમય પહેલા વડોદરા મહાનગર પાલિકાના દબાણ શાખાનું એક મહિનાનું દબાણ દૂર કરવાનું આયોજન લીક થઈ ગયું હતું. આ આયોજનનું પેપર લારીધારકોમાં વાયરલ થઈ ગયું હતું. જેના કારણે પાલિકાની દબાણ શાખાની કાર્યવાહીની ગોપનીયતા પર સવાલો ઉભા થયા હતા. જોકે ત્યાર બાદ પણ દબાણ કામગીરી કરવા દબાણ શાખા જે વિસ્તારમાં પહોંચે એટલે કલાક પહેલા જ લારી ગલ્લા ધારકોને તેની જાણ થઈ જતી હોય છે. અને લારી સ્થળ પરથી ખસી જાય છે. અને દબાણ શાખાની ટિમ સ્થળ પરથી ચાલી જાય એટલે ફરી તે સ્થળે લારીઓ ગોઠવાઈ જાય છે. આજે દબાણ શાખાની ટિમ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વોર્ડ 5 વિસ્તારમાં સરદાર એસ્ટેટ ચાર રસ્તા નજીક લારી ગલ્લાના દબાણો દૂર કરવા પહોંચી હતી. જ્યાં બાપોદ પોલીસે દબાણ શાખાને બંદોબસ્ત પૂરો પાડ્યો હતો. પાલિકાની દબાણ શાખાએ લારી ગલ્લાના દબાણો જપ્ત કારવાની કાર્યવાહી હાથ ધરી હતી.

Related posts

વડોદરા શહેરના નવાપુરા વિસ્તારમાં આવેલા 56 ક્વાર્ટર નજીક વરસાદને કારણે પાણીનો ભરાવો થયો

admin

ડભોઈમાં વિશ્વ આદિવાસી દિન નિમિત્ત નૃત્ય રેલીએ

admin

લાલબાગ બ્રીજ પર રિસરફેસીંગ કર્યા પછી ડામર પીગળીયો

admin

Leave a Comment