40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

એમ.એસ.યુનિવર્સિટી ખાતે વિધાર્થીઓ અને યુવાઓના માર્ગદર્શન માટેના કાર્યક્રમનું આયોજન

ઇન્ડિયન સોસાયટી ઓફ હીટિંગ, રેફ્રિજરેટિંગ એન્ડ એર કન્ડીશનીંગ એન્જિનિયર્સ (ISHRAE) વડોદરા ચેપ્ટર દ્વારા એમ.એસ.યુનિવર્સિટી ખાતે આવેલા સી.સી.મહેતા ઓડિટોરિયમ ખાતે યુવાઓ માટે વિધાર્થીઓ અને યુવાઓના માર્ગદર્શન માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ઇન્ડિયન સોસાયટી ઓફ હીટિંગ, રેફ્રિજરેટિંગ એન્ડ એર કન્ડીશનીંગ એન્જિનિયર્સ (ISHRAE) ની સ્થાપના વર્ષ -1981માં નવી દિલ્હી ખાતે પ્રખ્યાત HVAC&R વ્યાવસાયિકોના જૂથ દ્વારા કરવામાં આવી હતી. ISHRAE માં કુલ 61 ચેપ્ટર છે, જેમાં 6 આંતરરાષ્ટ્રીય ચેપ્ટરનો સમાવેશ થાય છે.તેનું નેતૃત્વ ચૂંટાયેલા અધિકારીઓની એક ટીમ દ્વારા કરવામાં આવે છે, જે સોસાયટીના સભ્યો છે, સ્વૈચ્છિક ધોરણે કાર્ય કરે છે, અને સામૂહિક રીતે બોર્ડ ઓફ ગવર્નર્સ તરીકે ઓળખાય છે. ઇન્ડિયન સોસાયટી ઓફ હીટિંગ, રેફ્રિજરેટિંગ એન્ડ એર કન્ડીશનીંગ એન્જિનિયર્સ (ISHRAE) વડોદરાના એમ.એસ.યુનિવર્સિટીના સી.સી. મહેતા ઓડિટોરિયમ ખાતે યુવાઓ અને વિધ્યાર્થીઓ માટે કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું જેનો ઉદ્દેશ નેટવર્કિંગ , યુવાઓ પોતાની પર્સનલ બ્રાન્ડ ને કેવી રીતે વિકસાવી શકે છે તથા ટેકનોલોજી ને લગતી એઆઇ વિશેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં અનુજ ગુપ્તા દ્વારા નેટવર્કિંગ અંગે,જય પટેલ દ્વારા ટેકનોલોજી અને એઆઇ વિશેની તથા અન્ય લેક્ચરર્સ દ્વારા વિવિધ વિષયો અંગેના માર્ગદર્શન આપવામાં આવ્યા હતા.

Related posts

નિ સહાય માનવ કલ્યાણ સંઘ અને શ્રી હરી સેવા કલ્યાણ સંઘ તરફથી દિવ્યાંગ, વિધવા મહિલાઓ કઠોળ અને શાકભાજીનું વિતરણ

admin

શ્રીનાથજી ભારત ગેસ એજન્સીના ગેસના બોટલોમાંથી ગેસની ચોરી કરતા ગેસ એજન્સીના ૧૦ ઇસમો ઝડપાયા

admin

કબીર કોમ્પ્લેક્સ યુવક મંડળ દ્વારા છેલ્લા 33 વર્ષ થી ગણેશજીની ઇકો ફ્રેન્ડલી ગણપતિની સ્થાપના આ વર્ષે ગણેશજીનું સંપૂર્ણ પંડાલને ફૂલોથી સુશોભિત

admin

Leave a Comment