43.6 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

શ્રીનાથજી ભારત ગેસ એજન્સીના ગેસના બોટલોમાંથી ગેસની ચોરી કરતા ગેસ એજન્સીના ૧૦ ઇસમો ઝડપાયા

જવાહરનગર, રણોલી જી.આઇ.ડી.સીમાં આવેલ શ્રીનાથજી ભારત ગેસ એજન્સીના ગેસના બોટલોમાંથી ગેસની ચોરી કરતા ગેસ એજન્સીના ૧૦ ઇસમોને કુલ કિ.રૂ. ૭,૨૬,૫૪૯/- ની મત્તાના મુદામાલ સાથે પકડી પાડતી વડોદરા શહેર એસ.ઓ.જી

રણોલી જી.આઇ.ડી.સી. રાઘવ ઇન્ડસ્ટ્રીયલમાં આવેલ પ્લોટ નં. ૦૪ ભારત ગેસ એજન્સીના ગોડાઉનની દીવાલોની આડમાં એજન્સીનો સુપરવાઇઝર મયુદ્દીન બેલીમ તથા ટેમ્પાઓના ડ્રાઇવરો તથા હેલ્પરો તેના મળતીયા માણસો સાથે ભેગા મળી ટેમ્પાઓમાં ભરેલા ભારત ગેસના ઘરેલ બોટલોના સીલ ખોલી પાઇપ વડે ઇન્ડીયન ગેસ એજન્સીના કોર્મશીયલ ખાલી બોટલમા થોડો થોડો ગેસ ભરી રીફીલીંગ કરી ગેસની ચોરી કરી બોટલોને ફરી સીલ કરી રીપેકીંગ કરી ગ્રાહકોને આ બોટલો સપ્લાય કરે છે અને હાલમાં બાટલામાંથી ગેસ ચોરીની પ્રવૃત્તિ ચાલુ છે” જે બાતમી આધારે બાતમી હકીકત વાળી જગ્યાએ જરૂરી કાયદેસરની કાર્યવાહી કરી રેઇડ કરતાં શ્રીનાથજી ભારત ગેસ એજન્સીના સંચાલક, સુપરવાઇઝર, ડ્રાઇવરો તથા હેલ્પરોએ પોત-પોતાના આર્થિક ફાયદા સારુ એકબીજાના મેળાપીપણામાં પુર્વઆયોજીત કાવતરૂ રચી ગ્રાહકોને ડીલીવરી ઘરેલુ વપરાશ માટેના ભરેલા ગેસના બોટલો ડીલીવર ચલણ સાથે મેળવી તે ભરેલ ગેસના બોટલો ગ્રાહકોને સપ્લાય કરતાં પહેલા લોખંડની પાઇપ વાટે ઘરેલુ ઉપયોગના ભરેલા ગેસના બોટલોના સીલ ખોલી, કોર્મોશીયલ ખાલી બોટલોમાં થોડો થોડો ગેસ કાઢી કોર્મોશીયલ બોટલો છુટકમાં વેચાણ અર્થે કાઢી ભરી તેને ફરીથી સીલ કરી રીફીલીંગ/રીપેકીંગ કરી, આગથી સળગી ઉઠે તેવા પદાર્થ અંગે બેદરકારીભર્યું આચરણ કરી, ગેસના બોટલોમાંથી ગેસની ચોરી કરી, ગ્રાહકોને આ ગેસ ભરેલ બોટલો નિયત સ્ટોક મુજબના છે તેવો

વિશ્વાસ ભરોસો આપી, ગ્રાહકો સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી. ગુનાહિત પ્રવૃત્તિ કરતાં રેઇડ દરમ્યાન ૧૦ ઇસમને કુલ કિ.રૂા.૭,૨૬,૫૪૯/- ની મત્તાના મુદ્દામાલ સાથે પકડી પાડી તથા ૦૧ વોન્ટેડ ઇસમ વિરૂધ્ધમા ભારતીય ન્યાય સંહિતા – ૨૦૨૩ ની કલમ ૨૮૭, ૩૦૩(૨), ૩૧૬(૨), ૩૧૬(૪), ૩૧૬(૫), ૩૧૮(૩), ૬૧ તથા આવશ્યક ચીજવસ્તુધારા અધિનિયમ કલમ ૩, ૭ હેઠળ ગુનો રજીસ્ટર કરાવી આગળની વધુ તપાસ અર્થે જવાહરનગર પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે.

  • આમ, અગાઉ ગઈ તા.૨૮/૦૭/૨૦૨૪ ના રોજ પણ એસ.ઓ.જી. દ્વારા જવાહરનગર, કરોડીયા રોડ ઉપર આવેલ ભારતગેસની મહાલક્ષ્મી ગેસ સર્વિસ એજન્સીના ગેસના બોટલોમાંથી ગેસની ચોરી કરતા ગેસ એજન્સીના ૦૬ ઇસમોને કુલ કિ.રૂા.૨,૯૫,૬૮૨/-ના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ હતી.

Related posts

વડોદરાના યુવા અને શિક્ષક સાંસદ ડોક્ટર હેમાંગ જોશી અને વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહમા કોમારના અધ્યક્ષ સ્થાને વડોદરા શહેર પોલીસ સાથે સંકલન બેઠક યોજવામાં આવી હતી

admin

ઉત્તરાયન તહેવાર દરમિયાન માર્ગ સલામતી અંગે એક પ્રશંસનીય પહેલ

admin

વિશ્વ હિંદુ પરિષદ દ્વારા ગીતા જયંતિના કેન્દ્રીય કાર્યક્રમના ભાગરૂપે શોર્ય પથ સંચાલનનું આયોજન કરવામાં આવ્યું

admin

Leave a Comment