ગોરવા વિસ્તારમાં રહેતા પેટ્રોલ પંપના માલિક પત્ની, બે દીકરા તથા એક દીકરી સાથે ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. સવારે ઝેર ગટગટાવ્યુ અને પછી ઉલટીઓ થતા જાતે જ હોસ્પિટલમાં દાખલ થયા હતા. પેટ્રોલ પંપના માલિકના પત્નીએ જણાવ્યું કે, અમારી પર બેંક લોન અને અમારો પરિવાર આર્થિક સંકડામણમાંથી પસાર થઈ રહ્યો છે. ગોરવા જલાનંદ ટાઉનશીપ નજીક આવેલી રાજદીપ સોસાયટીમાં 52 વર્ષીય પતિ , 49 વર્ષના તેમના પત્ની, 23 વર્ષનો દીકરો, 17 વર્ષની દીકરી અને 5 વર્ષનો દીકરો રહે છે. તમામે ઝેરી દવા ગટગટાવી હતી. તેને કારણે તમામને ઉલટી થવા માંડી હતી.
જો કે આ પરિવારે ગઈકાલે સવારે ઝેરી દવા પીને જીવન ટુકાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યાર બાદ તેઓ જાતે હોસ્પિટલમાં દાખલ થયા હતા. જો કે આ મામલો આજે બપોરે પ્રકાશમાં આવ્યો હતો. છ કરોડનું દેવુ થયું છે…જવાહર નગર પોલીસ સ્ટેશનના પીઆઇ જે. એન. પરમારના જણાવ્યા પ્રમાણે સુભાષભાઈનો નંદેસરી જીઆઇડીસીમાં પેટ્રોલ પંપ આવેલો છે. તેમના પર છ કરોડનું દેવું થઈ ગયું છે. તેઓએ બેન્ક લોનો લીધી છે અને સગા સંબંધીઓ પાસેથી ઉછીના પૈસા લીધેલા છે

