Genius Daily News
પાદરાવડોદરા જિલ્લો

સાઈકલ લઈને ટ્યુશન જવા નીકળેલા વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત

પાદરામાં આવેલી રાધા કૃષ્ણ સોસાયટી પાસેથી પસાર થઈ રહેલા એક વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત નિપજ્યું હતું. આ યુવાન સાઈકલ લઈને ટ્યુશન જવા નીકળ્યો હતો. રસ્તામાં વરસાદના કારણે પાણી ભરાયેલું હતું. તે રસ્તા પર વરસાદી અને ગટરનું પાણી એકઠું થયેલું હતું. આવા સંજોગમાં વિદ્યાર્થી ટ્યુશન જવા માટે સાઈકલ પર નિકળ્યો હતો. ત્યાર બાદ વિદ્યાર્થી તે વરસાદથી ભરાયાલા પાણીમાંથી પસાર થતાં તેને કરંટ આવ્યો હતો. કરંટ આવતાની સાથે જ તે બાળકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. કરંટ લાગતા વિદ્યાર્થી ને તાત્કાલિક ધોરણે પાદરાના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં પહોંચતા તબીબોએ તે વિદ્યાર્થીને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની જાણ થતાં પાદરા એમજીવીસીએલની ટીમ તાત્કાલિક પણે ઘટના સ્થળ પર પહોંચીને વીજ પ્રવાહને રોક્યો હતો. જાહેર રસ્તા પર ભરાયેલા વરસાદી પાણી અને ગટરના પાણીમાં વીજ પ્રવાહ વહેતો થતા એક નિર્દોશ બાળકનું મોત નિપજ્યું હતું આ મામલે રહિશોમાં ભારે આક્રંદ સાથે આક્રોશ ફેલાયો હતો. વીજ તંત્રની આવી ગંભીર બેદરકારીના કારણે નિર્દોશ બાળકે પોતાના જીવ ગુમાવવો પડ્યો છે. વરસાદથી ભરાયેલા પાણી અને ગટરમાંથી ઉભરાતા પાણી રોડ પર એકઠું થયું અને તેમાં કરંટ ઉતરતા આ ભયાનક ઘટના ઘટી હતી. એમજીવીસીએલની બેદરકારીના કારણે એક માતા-પિતાએ પોતાનું બાળક ગુમાવ્યું છે. આવી બેદરકારીનો ભોગ ક્યાં સધી નિર્દોશ લોકો બનશે? સ્થાનિકો એમજીવીસીએલને આ પ્રશ્ન કરી રહ્યા છે.

Related posts

સયાજીગંજ વિધાનસભામાં આવતા વોર્ડ નં.8 ના વિવિધ વિસ્તારમાં 10 જેટલા પ્રજાલક્ષી કામોનું ખાતમુહૂર્ત

admin

નવરચના ઇન્ટરનેશનલ સ્કૂલની બસની બ્રેક ફેલ થવાની ઘટનાએ ખળભળાટ મચાવ્યો હતો.

admin

સંત કબીર સ્કૂલના વાલીઓ એલ.સી. માંગવા ગયેલા પણ તેમને મળી નિરાશા

admin

Leave a Comment