Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરના વાઘોડિયારોડ ખાતે આવેલા શ્રી અંબે વિદ્યાલય ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો

હાલમાં દુનિયામાં પ્રતિદિન વાતાવરણમાં બદલાવ જોવા મળી રહ્યો છે જેનો ભોગ માનવ બની રહ્યા છે અને પ્રતિકૂળ પરિસ્થિતિ ઉભી થઇ રહી છે તેની પાછળનું કારણ વૃક્ષોનું નિકંદન. કુદરતી જંગલોની જગ્યાએ હવે કોક્રિટના જંગલો ઉભા થઇ ગયા છે જેના કારણે ઓક્સિજન ની સમસ્યા ઉભી થઈ રહી છે,પક્ષીઓના રહેણાંક ગાયબ થઈ જતાં ઘણા પક્ષીઓ હવે જોવા નથી મળતા, ગ્લોબલ વોર્મિંગ ની અસરને કારણે પૃથ્વી ના વાતાવરણમાં બદલાવ જોવા મળી રહ્યાં છે, અતિવૃષ્ટિ, દુષ્કાળ, અસહ્ય ગરમી, અસહ્ય ઠંડી તોફાનો આ તમામ પાછળ ગ્લોબલ વોર્મિંગ જવાબદાર છે ત્યારે શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વાઘોડિયારોડ સ્થિત શ્રી અંબે વિદ્યાલય કે જ્યાં શાળાની સ્થાપના વર્ષ 2003 થી દરવર્ષે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવે છે જેનાથી વિધ્યાર્થીઓ આવનારી પેઢીમાં પર્યાવરણ જાગૃતિ આવે સાથે જ પર્યાવરણનું કેવી રીતે જતન કરવું તે કેળવાય તે છે. આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે શી ટીમ, કપૂરાઇ પોલીસના પ્રિયંકા પ્રજાપતિ તથા શી ટીમ ઉપસ્થિત રહ્યા હતા સાથે જ શ્રી અંબે વિદ્યાલયના ચેરમેન અમીતભાઇ શાહ, ડાયરેક્ટર મીતલબેન શાહ, ડાયરેક્ટર આશિષભાઈ શાહ શાળના આચાર્ય જ્યોતિબેન સોલંકી, આચાર્ય વિપુલભાઈ તથા વિધ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

વર્લ્ડ કપ ચેમ્પિયન રાધા યાદવ વડોદરા મહાનગરપાલિકાના કમિશનર સાથે શુભેચ્છા મુલાકાત

admin

‘ડ્રીંક એન્ડ ડ્રાઇવ’ હવે ગોત્રી રોડ પર નશામાં ધૂત કાર ચાલકે લોકોને અડફેટે લીધા!

admin

ઠેકરનાથ મંડળ ખાતે અગ્રણીઓ તેમજ નેતાઓ દ્વારા દશા માતાજીની આરતી કરવા માટે પહોંચ્યા.

admin

Leave a Comment