36.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરના કુંભાવાડા વિસ્તારમાં છેલ્લા 46 વર્ષ થી નાના ઘરમાં દશામાંની વિશાળ મૂર્તિ બેસાડતા ઉજળીબેન..

વડોદરા શહેરને સંસ્કારી નગરી તેમજ ધાર્મિક ઉત્સવની નગરી તરીકે ઓળખવામાં આવે છે. વડોદરા શહેરમાં જેમ ગણપતિ નો તહેવાર ધામધૂમતી ઉજવાય છે તેટલો જ તહેવાર હવે દશામાંનો ઉજવાતો થઈ ગયો છે પહેલાના સમયમાં માત્ર ઢોલ નગારા સાથે દશામાંની મૂર્તિ લોકો લાવતા હતા અને વિસર્જન કરતા હતા પરંતુ ગણેશજીની જેમ હવે દશામાની મૂર્તિ પણ વાજતે ગાજતે ડીજે ના તાલે લોકો લાવી રહ્યા છે ત્યારે દશામાંના દસ દિવસ લોકો ઘરે પૂજા અર્ચના ખૂબ કરતા હોય છે. ત્યારે છેલ્લા 46 વર્ષથી કુંભારવાડા વિસ્તારમાં રહેતા ઉજળીબેન પોતાના બે બાઈ બેની ઓરડીમાં વિશાળ ઇકો ફ્રેન્ડલી માતીની દશામાની પ્રતિમા બેસાડે છે અને કુંભારવાડા વિસ્તારના તેમજ વડોદરા શહેરમાંથી અનેક લોકો દર્શન કરવા માટે ત્યાં પહોંચતા હોય છે. માતાજીની ભક્તિ કરતાં ઉજળીબેનનું કહેવું છે કે દસ દિવસ સુધી માતાજીની પૂજા અર્ચના તેમજ ઉપવાસના વ્રત કરવાથી ધન્યતા અનુભવાય છે. માતાજીને 56 ભોગ પણ ધરાવવામાં આવે છે. જે પણ દુખીયાળા લોકો માતાજીના દર્શનાર્થે આવે છે તેમના દશામાં દુઃખ દૂર કરે છે.

Related posts

૩૧માં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા વડોદરા શહેર પોલીસ એકશન મોડમાં

admin

શ્રી રિદ્ધિ સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર ખાતે ગણેશ જન્મોત્સવ નિમિત્તે ગણેશ યાગનું આયોજન કરવામાં આવ્યું

admin

પાંચ દિવસથી ભેદી રીતે ગૂમ દીપેનની હત્યાનો ભેદ ખુલ્યો ! મિત્રે જ ગળુ કાપ્યું !

admin

Leave a Comment