છોટાઉદેપુર જિલ્લાના વાઘસ્થળ ફોરેસ્ટ વિસ્તારમાં પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક્ટ જજ, છોટાઉદેપુર, પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ, છોટાઉદેપુર, DCF – ફોરેસ્ટ વિભાગ, છોટાઉદેપુર, DLSA છોટાઉદેપુરની ટીમ, ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓ તથા NSS ના વિધાર્થીઓએ વૃક્ષારોપણ, સીડ બોમ્બિંગ અને ફોરેસ્ટ ક્લીનઅપ ડ્રાઇવનું સફળ આયોજન કરવામાં આવ્યું.
1 લાખથી વધુ સ્થાનિક જાતના બીજોથી બનાવાયેલા સીડ બોમ્બ જંગલ વિસ્તારમાં ફેંકવામાં આવ્યા હતા, જેમાં 100 થી વધુ સ્વયંસેવકો દ્વારા વૃક્ષારોપણ અને જંગલ વિસ્તારની સફાઈ કરવામાં આવી હતી, વાવવામાં આવેલા બીજ: હરડે, બરડા, દુધકડી, આમળા, ટીમરુ કે જે વૃક્ષો જમીનનું ધોવાણ અટકાવે , પશુ-પક્ષીઓ માટે આહાર પૂરું પાડે અને સ્થાનિક આદિવાસી સમાજ માટે આજીવિકા ઊભી કરે છે. આ કાર્યક્રમનું આયોજન પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક્ટ જજ સુનિલકુમાર ટંક સાહેબ તથા પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ એમ.વી. પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. વડોદરા પારુલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, ફોરેસ્ટ વિભાગના સહયોગથી મુખ્ય આયોજકો તરીકે છોટાઉદેપુરના સ્થાનિક યુવાનો રુચિક શાહ અને રવિ રાઠવા એ સમગ્ર આયોજનની જવાબદારી ઉઠાવીને સફળતાપૂર્વક આ અભિયાન ને આગળ વધાર્યું.

