33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
કવાંટછોટાઉદેપુર જિલ્લો

કવાંટ તાલુકાના બૈડીયા, રૂમડીયા અને કરજવાંટ હાઇસ્કૂલ ખાતે ટીબી જનજાગૃતિ કાર્યક્રમો યોજાયા

આરોગ્ય શાખા છોટાઉદેપુર મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પાઉલ વસાવા ની સૂચના તથા જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર જિલ્લા ક્ષય અધિકારી ડો. બીએમ ચૌહાણ ના માર્ગદર્શન થી ટીબી જનજાગૃતિ અભિયાન અંતર્ગત સરકારી હાઇસ્કૂલ બૈડીયા તથા મોડલ ડે સ્કૂલ રૂમડીયા અને સરકારી માધ્યમિક શાળા કરજવાંટ ખાતે જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર ખાતે થી વાલસિંગભાઈ રાઠવા સાથે ની ટીમ દ્વારા સમુદાય માં ટીબી રોગ વિશે જાગૃતતા આવે તે માટે હાઇસ્કૂલ નાં વિદ્યાર્થીઓને ટીબી રોગના લક્ષણો, તપાસ અને સારવાર વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી તેમને જણાવ્યું હતું કે ટીબી એક ગંભીર બીમારી છે પરંતુ નક્કી કરવામાં આવેલ સમયગાળા ની નિયમિત રીતે સારવાર લેવા થી તે મટી શકે છે અને ગુજરાત આરોગ્ય વિભાગ ના સરકારી દવાખાનામાં તેની તપાસ અને સારવાર જેવી સેવાઓ વિનામૂલ્યે ઉપલબ્ધ છે, તપાસ અને વિનામૂલ્યે મળે જ છે તે ઉપરાંત દર્દી સારવાર દરમિયાન સારો પૌષ્ટિક આહાર લઇ શકે તે માટે સરકાર દ્વારા સારવાર શરૂ થયા પછી સારવાર પૂર્ણ ન થાય ત્યાં સુધી દર્દી ના બેંક એકાઉન્ટ માં દર મહિને એક હજાર રૂપિયા ની રાશિ પણ જમા કરાવવા માં આવે છે જેવી સેવાઓ વિશે જાણકારી આપવામાં આવી હતી.

જનજાગૃતિ ના ભાગ રૂપે યોજાયેલ સેમિનાર માં તાલુકા ટીબી લેબોરેટરી સુપરવાઈઝર રફીક ભાઈ સોની, તાલુકા ટીબી સુપરવાઈઝર અરવિંદભાઈ રાઠવા તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કરજવાંટ ના આરોગ્ય સુપરવાઈઝર ઈશુલભાઈ રાઠવા, સહદેવ સિસોદિયા, રંગેશ રાઠવા સહિત ના આરોગ્ય કર્મચારીઓ તેમજ સરકારી માધ્યમિક શાળા બૈડીયા ના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ અજય રાઠવા, શ્વેતા દરજી, કૃણાલ ચૌધરી, જ્યારે સરકારી માધ્યમિક શાળા કરજવાંટ ખાતે રોહિત રાઠવા, પાર્થ ખત્રી તથા મોડલ ડે સ્કૂલ રૂમડીયા ખાતે રાહુલ પ્રજાપતિ અંકિતા ગાધે સહિત ના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

છોટાઉદેપુર તાલુકાના વસેડી ક્લસ્ટરની પ્રાથમિક શાળાઓ દ્વારા આયોજિત સી.આર.સી કક્ષાના વાર્ષિક ઉત્સવ 2025 અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમ

admin

કવાંટ ખાતે વિશ્વવિખ્યાત ગેરનો મેળો યોજાયો, મોરપીંછની ટોપી પહેરેલા ઘેરિયાઓ બન્યા આકર્ષણનું કેન્દ્ર

admin

છોટાઉદેપુર નગરપાલીકાના રહીશોની પીવાના પાણીની સમસ્યા દૂર કરવા માટે ઓરસંગ નદી ઉપર ચેકડેમ બનાવવા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ જળ સંપતિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રીને પત્ર લખી રજુઆત કરી.

admin

Leave a Comment