30.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

જિલ્લા કક્ષાનો ‘સંપૂર્ણતા અભિયાન સન્માન સમારોહ’ કાર્યક્રમ યોજાયો.

છોટાઉદેપુર જિલ્લાનો જિલ્લા કક્ષાનો ‘સંપૂર્ણતા અભિયાન સન્માન સમારોહ’ કાર્યક્રમ જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલના અધ્યક્ષતામાં છોટાઉદેપુર શહેરના દરબાર હોલ ખાતે કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલે જણાવ્યું હતું કે, ‘સંપૂર્ણતા અભિયાન’માં કર્મચારીઓ દ્વારા શ્રેષ્ટ કામગીરી કરવા બદલ સન્માનિત કરવાનો આ કાર્યક્રમ છે. સંપૂર્ણતા અભિયાનમાં આઈસીડીએસ, આરોગ્ય, ખેતીવાડી અને અન્ય શાખાઓના કર્મચારીઓએ ગ્રાઉન્ડ લેવલ પર કામગીરી કરી હતી.

આ પ્રસંગે જિલ્લા કલેકટર ગાર્ગી જૈન અને ઈ. ડી.ડી.ઓ. અને પ્રાયોજના વહીવટદાર કલ્પેશકુમાર શર્મા દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતું.

ભારત સરકારના એસ્પિરેશનલ જિલ્લા અને બ્લોક પ્રોગ્રામ હેઠળ નીતિ આયોગ દ્વારા નક્કી કરવામાં આવેલ ૬ સુચકાંકોને સેચ્યુરેશન સુધી લઈ જવા માટે છોટાઉદેપુર જિલ્લામાં ‘સંપૂર્ણતા અભિયાન’નું જુલાઈ થી સપ્ટેમ્બર ૨૦૨૪ સુધી આયોજન કરવામાં આવ્યું હતું. છોટાઉદેપુર જિલ્લામાં તાલુકા કક્ષાના અધિકારીઓ-કર્મચારીઓ અને ફ્રન્ટલાઈન વર્કર્સને ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ સન્માન કરવામાં આવ્યુ હતું.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મિષ્ટાબેન, છોટાઉદેપુર તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવા, ડી.આર.ડી.એ.ના નિયામક કે.ડી.ભગત, એપીએમસી ચેરમેન મુકેશભાઈ પટેલ, જિલ્લાના અધિકારીઓ, કર્મચારીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ રસ્તાઓની કામગીરી માટેના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા

admin

વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતેના સ્થાયી સમિતિ સભાખંડમાં મહત્વપૂર્ણ બેઠક યોજાઇ

admin

જૈન જાગૃતિ સેન્ટર કલાનગરી દ્વારા ઓલ ઇન્ડિયા યુવક યુવતી પરિચય મેળાનું સુંદર આયોજન:JJC ચેરમેન કિશોરભાઈ શેઠ મુંબઈ થી ખાસ પધાર્યા :

admin

Leave a Comment